ઘોષણા:દિવાળી સુધીમાં દુર્ગમ ખડીર પંથકમાં મોબાઇલ વાન બેંકિંગ સેવા શરૂ થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેડીસીસી બેંકના ચેરમેનપદે પુન: વરાયેલા દેવરાજ ગઢવીની ઘોષણા.
  • વાઇસ ચેરમેનપદે અંબાવી વાવિયા, અેમ.ડી.પદે ઇન્દ્રજિતસિંહ જાડેજા વરાયા

જિલ્લાની સાૈથી મોટી સહકારી બેંક ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-અોપ. બેંક લી.ના નવા ડાયરેક્ટરોની મળેલી બેઠકમાં ચેરમેન તરીકે પુન: ગઢવીને રીપિટ કરવાની સાથે વાઇસ ચેરમેન અને અેમ.ડી.ની વરણી કરાઇ હતી.

બેંકના 12 ડાયરેક્ટર પૈકી ભાજપ સમર્થિત 9 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઇ હતી અને બાકીની ત્રણ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપ સમર્થિત ઉમેદવારોઅે જ મેદાન માર્યું હતું. તા.7-10ના મતદાન અને તા.8-10ના પરિણામ જાહેર થયા બાદ તા.21-10, ગુરુવારના બેંક ખાતે બપોરે ચેરમેન, વાઇસ ચેરમેન અને અેમડીની વરણી માટે બેઠક મળી હતી. ડિઝાસ્ટર મામલતદાર, ઇન્ચાર્જ ભુજ શહેર મામલતદાર સી.અાર. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બેંકના ચેરમેનપદે પુન: દેવરાજ કરશનભાઇ ગઢવી, વાઇસ ચેરમેનપદે અંબાવીભાઇ કાનજીભાઇ વાવિયા અને અેમ.ડી. તરીકે ઇન્દ્રજિતસિંહ જાડેજાની વરણી કરવામાં અાવી હતી. અા તકે બેંકના ડાયરેક્ટરો હાજર રહ્યા હતા.

ચેરમેનપદે પુન: અારૂઢ ગઢવીઅે જણાવ્યું હતું કે, ખડીર પંથકના લોકોને બેંકિંગ સેવા માટે 60થી 70 કિ.મી. સુધી લંબાવું પડે છે ત્યારે અાગામી દિવાળી સુધીમાં અા પંથકમાં બેંક દ્વારા મોબાઇલ વાન બેંકિંગ સેવા શરૂ કરાશે.

અાગામી સમયમાં ચાર ગણા ધીરાણ માટેના પ્રયાસો કરાશે : ચેરમેન
બેંકના ચેરમેન દેવરાજ ગઢવીઅે જણાવ્યું હતું કે, બેંકિંગ ક્ષેત્રે વધતી જતી હરીફાઇ વચ્ચે બેંકમાં હજુ જયાં-જયાં અધુરાશો હશે તે પૂર્ણ કરાશે. થાપણદારો, સભાસદોનો બેંક પ્રત્યેનો વિશ્વાસ ઢગમગે નહીં અને તેમની થાપણો સુરક્ષિત રહે, રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાઅોના લાભ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરાશે. વર્તમાન સ્થિતિઅે 150 કરોડનું ધીરાણ અપાયું છે, જે અાગામી સમયમાં ચાર ગણુ કરાશે. સહકારી સોસાયટીઅોનો બેંક મારફતે વિકાસ, બેંકની ખોટ નાબૂદ થાય, ખેડૂતોને શેરોનું ડિવિડન્ડ મળે તેવા પ્રયાસો હાથ ધરાશે.

અોક્ટોબર-2013માં બેંકની થાપણ 77 કરોડ જેટલી હતી, જે વધીને હાલે 300 કરોડ પર પહોંચી ગઇ છે. પશુપાલન ક્ષેત્રે ધીરાણ માટે ડેરી સાથે સંકલન કરી કાર્યવાહી કરાશે અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ધીરાણ અને સરકારની વિવિધ યોજનાઅો હેઠળ ધીરાણ માટેની પોલિસી તૈયાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...