તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mobile Phone Of A Worker Living In A Crematorium In Mandvi Stolen, The Family Caught The Thief And Handed Him Over To The Police

ક્રાઇમ:માંડવીમાં સ્મશાન ગૃહમાં રહેતા શ્રમિકનો મોબાઇલ ચોરાયો ,પરિવારે રીઢા ચોરને પકડી પોલીસને સોંપ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરના સભ્યો રાત્રે બહાર ભરનિંદ્રામાં રહમ્યાને ખુલ્લા ઘરમાં તસ્કરે માર્યો હાથ

માંડવીના બીચ રોડ પર આવેલા સ્મશાન ગૃહમાં રહતો પરિવાર ઘરની બહાર સુતો હતો, ને તસ્કર ઘરમાંથી મોબાઇલ ચોરીને ભાગતાં પરિવારજનોએ તસ્કરને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી બીચ રોડ પર સ્મશાન ગૃહમાં રહીને મજુરી કામ કરીને પરિવારજનોનું ગુજરાન ચલાવતા યોગેશભાઇ ભીમનાથ નાથબાવા (ઉ.વ.28)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, પરિવારજનો રાત્રીના ઘરની બહાર સુતા હતા.

રાત્રીના પોણા વાગ્યે ઘરમાં ખખડાટનો અવાજ થતાં ફરિયાદી જાગી જતા઼ ઘરમાંથી આરોપી ગજની ઉર્ફે અસગરઅલી ઓસમાણ ગની ચૌહાણ નામનો શખ્સ બહાર નીકળીને ભાગ્યો હતો. ફરિયાદી અને તેના પરિવારજનોએ તેને પકડી લેતા તેના પાસેથી ફરિયાદીનો મોબાઇલ મળી આવ્યો હતો. માંડવી પોલીસે આરોપી વિરૂધ ચોરીનો ગુનો નો઼ધીને તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ અને ક ગુનાઓમાં પકડાયેલો રીઢો ગુનેગાર છે. ફરિયાદીએ ઘરમાં ચાર્જીંગમાં મુકેલો મોબાઇલ આરોપીએ ચોરી કર્યો હતો. પોલીસે આ દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.

તુણામાં બહેનના ઘરની તિજોરીમાંથી બે ભાઇ અને ભાભી 16 હજારની રોકડ સહિત 18 હજારની માલમત્તા ચોરી ગયા
અંજારના તુણાના બહારના વાસમાં આમવેલા મકાનમાં રાખેલી તિજોરીમાંથી રૂ.16 હજાર રોકડ સહિત કુલ રૂ.18 હજારની ચોરીની ઘટનામાં મહિલાએ બન્ને ભાઇ અને ભાભી વિરૂધ્ધ નામજોગ ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે. મુળ તુણાના હાલે કંડલાની ખત્રી કોલોનીમાં રહેતા 35 વર્ષીય ફાતમાબેન હુશેનભાઇ જુણેજાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપી હતી કે, તે તેમના મોટાભાઇ અને માં સાથે રહે છે. ગત રાત્રે તેના ભાઇ અબ્દુલનો ફોન આવ્યો હતો કે તું આજે તુણા બહાર નાવાસમાં આવેલા ઘરે આવી હતી ? સવારે ગયો ત્યારે તિજોરી બરોબર હતી અત્યારે નોકરીથી પરત આવતા જોયું તો તિજોરી તૂટેલી છે.

આ જાણ થતાં તેઓ ત્યાં ગયા હતા અને તપાસતાં તિજોરીમાં રાખેલા રૂ.16,000 રોકડા અને રૂ.2,000 ની કિંમતની લેડિઝ બેગ અને કટલેરીનો સામાન ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમની માતાના બેંકના લોકરની ચાવી અને આ તિજોરીની ચાવી પણ ગૂમ થઇ હતી. આ મકાનના બહારના તાળાની ચાવી તેમના ભાઇ અબ્દુલ અને અકબર તથા ભાભી ફાતમા અબ્દુલ જુણેજા અને તાયબા અકબર જુણેજા પાસે હોવાનું જણાવી આ ચોરી તેમણે કરી હોવાનું ફાતમાબેન હુશેનભાઇ જુણેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું. કંડલા મરિન પોલીસે હાલ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ પીઆઇ અનિરૂધ્ધસિંહ સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...