લાપતા:માધાપરના રામનગરીમાંથી 10 વર્ષનો બાળક થયો લાપતા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માધાપર નવાવાસના રામનગરી વિસ્તારમાં રહેતો 10 વર્ષનો બાળક લાપતા થઇ જતાં પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ નવાવાસ રામનગરી ખાતે રહેતા હુશેન અબ્દુલા નોડેએ માધાપર પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધ જણાવ્યું છે કે, તેમનો દસ વર્ષનો પુત્ર સદામ જે શુક્રવારે સવારે નવ વાગ્યા બાદ શેરીમાં રમવા ગયો હતો. બાદમાં લાપતા થઇ ગયો હતો. સદામ મણેલો નથી બોલી પણ શક્તો ન નથી સાંભળી શકે છે. બારેક વાગ્યાના અરસામાં ભુજના વાણીયાવાડ વિસ્તારમાં દેખાયો હોવાનું બહાર આવ્યું હતું.

પરંતુ પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ કોઇ અતો પતો ન લાગતાં માધાપર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.સદામે કેસરી લાલ કલર જેવું ટીશર્ટ પહેરેલું છે, કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. કોઇને જોવા મળે તો, માધાપર પોલીસ મથકના ફોન નંબર 02832 241067નો સંપર્ક કરવા પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...