તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જહાજ પર મિસાઇલ એટેક:મુન્દ્રા આવતા ઇઝરાયલના શિપ ‘લોરી’ પર વહેલી સવારે અરબસાગરના મધદરિયે હુમલો, એન્જીનના ભાગે નુકસાન; ક્રૂ મેમ્બરોનો બચાવ

ભુજએક મહિનો પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
હુમલો થતા શિપને નુકસાન થયું હતું - Divya Bhaskar
હુમલો થતા શિપને નુકસાન થયું હતું
  • અરબી સમુદ્રમાં મધદરિયે ઇઝરાયલી શિપ પર મિસાઈલ દાગી દેવાતા ઇઝરાયેલ એલર્ટ
  • મુન્દ્રા પહોંચેલા જહાજની છાનબીન શરુ કરાઈ: એજન્સીઓ સતર્ક

તાન્ઝાનિયાથી મુન્દ્રા આવી રહેલ ઇઝરાયલની શિપ પર અરબી સમુદ્રમાં મધદરિયે મિસાઈલ એટેક થયો હતો,જો કે ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.રયુટર્સના રિપોર્ટ મુજબ ગુરુવારની મધરાત અને શુક્રવારની વહેલી સવાર વચ્ચે આ હુમલો થયો હતો.હુમલો થયા બાદ અંતે આ શિપ અંતે શુક્રવારે મોડેકથી મુન્દ્રા આવી પહોંચ્યું હતું.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સતર્ક થઈ
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ બનાવને પગલે સતર્ક બની ગઈ હતી અને તપાસ આદરી દેવામાં આવી હતી. ઇઝરાયલના સમાચારપત્ર વાયનેટ અનુસાર આ શિપનું નામ લોરી છે અને ઇઝરાયલની એક્સ-ટી મેનેજમેન્ટ કંપનીની માલિકીનું છે.કાર્ગો ભરીને આ શિપ તાન્ઝાનિયાથી મુન્દ્રા આવી રહ્યું હતું. ઇઝરાયલના આ શીપમાં મિસાઈલ હુમલાથી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી તો બીજીમતરફ મુન્દ્રામાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ તપાસ આદરી દીધી હતી.

ગયા મહિને પણ શિપ પર હુમલો થયો હતો
અરબી સમુદ્રમાં જયારે કાર્ગો શિપ મુન્દ્રા તરફ આવી રહ્યું હતું ત્યારે વોટરલાઇન ઉપરના ભાગે બ્લાસ્ટ થયો હતો.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે આ બનાવ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી,જો કે એન્જીનના ભાગમાં પણ નુકસાન હોવા છતાંય કન્ટેનર સાથે શિપ મુન્દ્રા પોર્ટ પહોંચવામાં સફળ રહ્યું હતું.આ અગાઉ પણ ગત મહિને ઇઝરાયેલી કાર્ગો શિપ પર પણ મધદરિયે ગલ્ફ ઓફ ઓમાનમાં હુમલો થયો હતો,જેથી એજન્સીઓ એ મુદ્દે પણ કડીઓ જોડી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો