દુષ્કર્મ:મોટી મંઉની સગીરાનું છરીની અણીએ દુષ્કર્મ : પાંચ માસનો ગર્ભ રહી ગયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગઢશીશા પોલીસ મથકે ગામના શખ્સ વિરૂદ્ધ માસીએ નોંધાવી ફોજદારી

માંડવી તાલુકાના મોટી મંઉ ગામે રહેતી 17 વર્ષીય સગીરા અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ખસેડાઇ હતી, તબીબે સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાની વાત કરતા પરીજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. સગીરાની માસીએ ગામના જ એક શખ્સે પાંચ માસ દરમિયાન અનેક વખત છરીની અણીઅે બળજબરીથી દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી હોવાની ગઢશીશા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

ગઢશીશા પોલીસ મથકે સગીરાને માસીએ મોટી મંઉના જગદીશ અોલા મહેશ્વરી સામે ફોજદારી નોંધાવી હતી. સગીરા પોતાની માસીના ઘરે ગાંધીધામ રોકાવા ગઇ હતી ત્યારે રાત્રીના સમયે અચાનક બેભાન થઇ જતા હોસ્પિટલ લઇ જવાઇ હતી. જી. કે. જનરલ હોસ્પિટલના તબીબે સગીરા ગર્ભવતી હોવાનો અને તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાની ચોંકાવનારી હકીકત જણાવી હતી.

પરીજનોઅે સગીરાને પુછતા તેણે જણાવ્યું હતું કે, જગદીશ મહેશ્વરી નામનો શખ્સ છરીની અણીએ પાંચ માસ અગાઉ ઘરમાં એકલી હતી ત્યારે આવી બળજબરીથી દુષ્કર્મ કર્યો હતો બાદમાં અવાર નવાર ઘરે અેકલી હોય ત્યારે આવી દુષ્કર્મ આચરતો હતો. સગીરા આ અંગે કોઇને જણાવશે તો તેને છરીના ઘા મારી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. સગીરાને પાંચ માસનો ગર્ભ રહી જતા ગઢશીશા પોલીસ મથકે જગદીશ મહેશ્વરી સામે તેની માસીએ દુષ્કર્મ, પોક્સો સહિતની ગંભીર કલમો તળે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...