તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કનૈયાબે,ખોખરાની વાડીમાં પરિણીતા પર 4 દિ’ સુધી દુષ્કર્મ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીડીતાની બહેનની બળજબરીથી લખાણમાં સહી લઇ ધમકી
  • આરોપી અને ચાર મદદગારોની પોલીસે કરી ધરપકડ

ભુજ તાલુકાના એક ગામની યુવતીને માર મારી અંજારના શખ્સે બાઇક પર અપહરણ કરી કનૈયાબે અને ખોખરાની વાડી વિસ્તારમાં 4 દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી છે. તેમજ આરોપી સહિત પાંચ શખ્સોએ અંજારની કોઇ ઓફિસમાં બળજબરીથી લખાણ પર સહી કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ 30 વર્ષીય ભોગબનાર પરિણતાની ફરિયાદને ટાંકીને પધ્ધર પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત 17 જુલાઇની બપોરથી 20 જુલાઇ દરમિયાન બન્યો હતો.

આરોપી રાજેશ ફકલા કોલી રહે અંજાર ખોખરા વાડી વિસ્તાર વાળાએ પરિણીતાના ઘરે આવીને માર મારી બાઇક પર અપહરણ કરી ગયો હતો. અને કનૈયાબે અને ખોખરાની વાડીએ લઈ જઈ રૂમમાં મોઢા પર રૂમાલ બાંધીને ચાર દિવસ સુધી ભોગબનાર મહિલાની મરજી વિરૂધ દુષ્કર્મ કર્યું હતું.

તેમજ રાજેશ કોલી સાથે અન્ય આરોપી ભુરા માલા કોલી, રામજી ભુરા કોલી, મનજી છગન કોલી, બાબુ સવા કોલીએ ફરિયાદીની બહેનને અંજારની ઓફિસમાં લઈ જઈ કોઈ લખાણમાં બળજબરી પૂર્વક સહી કરાવી લીધી હતી. તેમજ આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પધ્ધર પોલીસે આરોપીઓ વિરૂધ આઈપીસી કલમ 376, 365, 343, 323, 506(2),114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...