તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:દસ કરોડની લોનની લાહ્યમાં મિરજાપરના ડેવલોપર્સને 13 લાખનો લાગ્યો ફટકો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગ્રીમેન્ટના નામે લોનમી જાહેરાત આપનાર બે અજાણ્યા શખ્સો શીશામાં ઉતાર્યો

મીરજાપર ખાતે રહેતા અને લાખોંદ પાટીયા પાસે રિસોર્ટ ચલાવતા ડેવલોપર્સને 10 કરોડની લોન પાસ કરવાની લાલચ આપીને જાહેરાત આપનારા બે અજાણ્યા શખ્સોએ એગ્રીમે.ન્ટ બનાવવાના નામે 13 લાખ 25 હજારનો ધૂબો મારી જતાં છેતરી જતાં આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મિરજાપર ખાતે એમડી વિલા રાધાક્રિષ્ણ સોસાયટી રહેતા અને કંટ્રકશન અને ડેવલોપર્સના વ્યવસાય તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ભુજ ભચાઉ રોડ પર લાખોંદ પાટીયા પાસે શિવાલીકા નામનો રિસોર્ટ ચલાવતા અંકિત અનોપગીરી ગોસ્વામીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ 25 ઓગસ્ટ 2020 દરમિયાન બન્યો હતો. ફરિયાદીએ હોટલ અને કન્ટ્રકશનના કામ માટે લોન મેળવવા ઓનલાઇન વેબ સાઇડ પર સર્ચ કરતાં શિવ સર્મા અને એક પટેલ નામના બે ધુતારાઓનો ટેલીફોનીક સંપર્ક થયો હતો. બાદમાં 25 કરોડની લોન મેળવા માટે ફરિયાદીએ જણાવતાં બન્ને આરોપીઓએ લોન પાસ કરી દેવાની લાલચ આપીને એગ્રીમેન્ટ બનાવવા માટે 13 લાખ 25 હજાર એકાઉન્ટ મારફતે ભરાવીને લોન કે નાણા ન આપતાં બન્ને અજાણ્યા શખ્સો ના મોબાઇલ નંબર સાથે એ ડિવિઝન પોલીસમાં ઠગાઇ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે..પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો