મુલાકાત:ભુજિયા સ્મૃતિવનના બાકી કામો 30 જુન સુધી પૂર્ણ કરવા મંત્રીની તાકીદ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ અાવેલા પ્રભારીમંત્રીઅે ભુજિયા સ્મૃતિવનના બાકી કામો 30 જુન સુધી પૂર્ણ કરવા સુચના અાપી હતી. કચ્છના પ્રભારીમંત્રી દિલીપકુમાર ઠાકોરે ભુજની ઓળખ સમા ભુજિયા ડુંગરની તળેટીઅે નિર્માણ પામી રહેલા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવનની મુલાકાત લઇ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યુ હતું. સ્મૃતિવનમાં 12 જેટલા કામો પ્રગતિમાં છે જે અંતર્ગત મ્યુઝિયમ બિલ્ડિંગ ઝડપથી આકાર પામી રહી છે, જેમાં 8 બિલ્ડિંગ બ્લોકનું નિર્માણ કરાય છે.

એ બ્લોકમાં ઓડિટોરિયમ, બી બ્લોકમાં કાફે એરિયા, મ્યુઝિયમ શોપ, સી બ્લોકમાં એડમિન બિલ્ડિંગ તેમજ સીથી એચ બ્લોકમાં પ્રદર્શન ગેલેરી અને એચ બ્લોકમાં અર્થકવેક સિમ્યુલેટર નિર્માણધીન છે. જે અન્વયે કેટલાક કામો 15 જુન તો કેટલાક કામ 30મી જુન સુધી પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સબંધિત અધિકારીશ્રીને તાકીદ કરી હતી. આ તકે રાજયમંત્રી વાસણ આહીર, ધારાસભ્યો ડો.નીમાબેન આચાર્ય, પ્રદ્યુમનસિંહ જાડેજા, કલેકટર પ્રવીણા ડી.કે., ડી.ડી.અો. ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...