સહાય:ઉદ્યોગોને ફરી ધબકતા કરવા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના ઉદ્યોગોને ધબકતા કરવા માટે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. કાતિલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન અમલી બનાવી બે મહિના સુધી ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા, જેથી નાના અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે એમ.એસ.એમ.ઇ. એક્ટ હેઠળ સહાય અપાશે. કચ્છના ઉદ્યોગોને સરળતાથી એમ.એસ.એમ.ઇ. સહાય મળે તે માટે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં ડી.આઇ.સી., એલ.ડી.એમ., કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ, લઘુ ઉદ્યોગ ભારતી, ફોકિયા સહિત અન્ય એસો.ના હોદ્દેદારોએ હાજરી આપી સૂચનો કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...