તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર શહેર માટે ગૌરવ સમાન બની ચુકેલા પવિત્ર યાત્રાધામ ગોવર્ધન પર્વત સતાપર મધ્યે વિવિધ વિકાસના કામો ચાલી રહયાં છે તેનું નિરીક્ષણ કરતાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે નિરીક્ષણ કરી જરૂરી સુચનો પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરમ પુજય સંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા ખુબજ ટુંકાગાળામાં નિર્માણ થયેલા અને માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં વિખ્યાત થયેલા આ યાત્રાધામમાં રસિકજનો અને યાત્રાળુઓને અધતન સુવિધાઓ મળે રહે તે હેતુસર પરમ પુજય ત્રિકમદાસજી મહારાજ દ્વારા ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ કચ્છ-પાટણ આહિર સમાજ દ્વારા નિર્માણ પામેલી અને રૂપિયા બત્રીસથી પાંત્રીસ કરોડના ખર્ચે ખુબજ ટુંકાગાળામાં તૈયાર થયેલ ગોવર્ધન કન્યા સ્કૂલની પણ સુવિધાનો પુરતો લાભ લઇ શકે તેવી સંપૂર્ણ સુવિધા સાથેની આ સ્કૂલ ગુજરાતમાં સર્વ પ્રથમ છે. આ સ્કૂલ સમાજની દીકરીઓ માટે આજના આધુનિક યુગમાં બહુ ઉપયોગી થઇ રહેશે. આજે દીકરીઓને શિક્ષણથી વંચિત ન રહેવું પડે કે સુવિધાના અભાવે તે પ્રગતિ ન કરી શકે તેવી સ્થિતિ ન સર્જાય તે હેતુસર આ કન્યા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., નાયબ કલેકટર ડો.વિમલભાઇ જોશી, ડી.વાય.એસ.પી. ડી.બી.વાઘેલા, ગાંધીધામ મામલતદાર ચિરાગભાઇ હીરાવાણીયા, નાયબ મામલતદાર વૈભવભાઇ વ્યાસ, વિક્રમસિંહ ગોહિલ, વગેરે ઉપસ્થિત રહયા હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.