તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુરૂવારે કચ્છના ચાર મથકોએ ન્યૂનતમ સરેરાશ 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતુ. સવારે અનેક વિસ્તારોમાં ઝાકળ વર્ષા સાથે ધૂમ્મસ છવાયા બાદ દિવસભર ઠંડી ગાયબ જણાઇ હતી. ભુજમાં નીચું તાપમાન 15.4, નલિયા ખાતે 15.1, કંડલા એરપોર્ટ પર 15.4 જ્યારે કંડલા બંદરે 15.2 ડિગ્રી રહ્યું હતું. આમ ચાલુ શિયાળે પ્રથમવાર આ મથકો પર એક સરખા આંક જેટલું ન્યૂનતમ ઉષ્ણતામાન નોંધાયું હતું. બીજી બાજુ ઉંચા તાપમાનનો પારો સરેરાશ 30 ડિગ્રી રહેતાં શિયાળો વિદાય લેતો જણાયો હતો.
રાપરમાં ધૂમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ
રાપર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધૂમમ્સ જોવા મળી હતી જેને લઇને સવારના 9 વાગ્યા સુધી જાણે અંધારપટ છવાયો હતો. ધૂમ્મસના કારણે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવાની નોબત આવી હતી. ધૂમ્મસની ચાદર છવાઇ જતાં રાપર હિલ સ્ટેશન જેવું દેખાઈ રહ્યું હતું..
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.