તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ.કચ્છની 4 પવનચક્કી કંપનીઓને 1.58 કરોડ દંડ ભરવા ખનીજ તંત્રની નોટિસ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો બનાવવા માટે હાર્ડમોરમ અને બ્લેકટ્રેપનો ઉપયોગ કરાયો હોવાનો ઘટસ્ફોટ
  • દંડ ભરવા કંપની સંમત ન હોય તો 30 દિવસના સમયમાં કંપની અપીલ કરી શકશે

કચ્છ જિલ્લાના લખપત અને નખત્રાણા તાલુકામાં સેંકડો પવનચક્કી ઉભી કરવામાં અાવી છે, કંપનીઅે પવનચક્કી સુધી રસ્તો બનાવવા માટે હાર્ડમોરમ અને બ્લેકટ્રેપ ખનીજનો ઉપયોગ કર્યો હોવાની તેમજ ખનીજ સંગ્રહ કર્યો હોવાની ફરિયાદ ખાણ ખનીજ તંત્રને અેક વર્ષ અગાઉ કરાઇ હતી, જેની તપાસ કર્યા બાદ ખનીજ તંત્રે જુદી જુદી ચાર પવનચક્કીની કંપનીઅોને 1,58,87,625 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપની દંડ ભરવા સમંત ન હોય તો 30 દિવસમાં ખનીજ તંત્રને લેખિતમાં અપીલ કરી શકશે તેવુ અોર્ડરમાં જણાવાયું છે.

લખપત તાલુકાના મેઘપર જુથ ગ્રામ પંચાયતના વિસ્તારમાં પવનચક્કી સુધી જવા માટે અદાણી ગ્રીન અેનર્જી લીમીટેડ તરફથી હાર્ડ મોરમ અને બ્લેકટ્રેપ ખનીજ પાથરી રસ્તા બનાવેલ હોવાનું ખનીજ વિભાગને તપાસમાં જાણવા મળ્યું હતું. તો મેઘપર જુથ ગ્રામ પંચાયત અને વાલ્કા મોટા ગામે પવનચક્કી સુધી જવા માટે અાલ્ફાનાર અેનર્જી પ્રાઇવેટ લીમીટેડ તરફથી હાર્ડ મોરમ અને બ્લેકટ્રેપ ખનીજ પાથરી રસ્તા બનાવેલ હોવાનું ખનીજ વિભાગને તપાસમાં જાણવા મળ્યું હતું.

અાઇનોક્ષ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સર્વિસ લીમીટેડ તરફથી લખપત તાલુકાના મેઘપર જુથ ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ પાનેલી ગામે પવનચક્કી સુધી જવા માટે હાર્ડ મોરમ પાથરી રસ્તો બનાવાયો હોવાનું ખનીજ તંત્રની તપાસમાં જાણવા મળ્યું હતું. નખત્રાણા તાલુકાના પાનેલી ગામના વિસ્તારમાં સુઝલોન ગુજરાત વિન્ડ પાર્ક લીમીટેડ તરફથી પાનેલી ગામે પવનચક્કીના સ્થળ સુધી હાર્ડ મોરમ ખનીજ ખોદકામ કરી રસ્તો બનાવવા પાથરી હોવાનું ખનીજ તંત્રની તપાસમાં નીકળ્યું હતું.

ચાર કંપનીએ કરેલુ ખનીજ ખોદકામ અને દંડની રકમ
1 - અદાણી ગ્રીન એનર્જી લી. તરફથી 1046.84 મેટ્રીન ટન હાર્ડમોરમ અને 546.01 બ્લેકટ્રેપ ખનીજ રોડ બનાવવા માટે ઉપયોગ કરેલ છે.. અામ કંપનીને કુલ 5,79,781 દંડ ફટકારેલ છે.
2 - અલ્ફાનાર એનર્જી લી. તરફથી 7194.15 મેટ્રીક ટન હાર્ડમોરમ અને 2605.07 મેટ્રીક ટન બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ કર્યું છે, તો 9813.05 મેટ્રીક ટન હાર્ડમોરમ અને 1143.81 મેટ્રીટ ટન બ્લેકટ્રેપ ખનીજનું સંગ્રહ કર્યું છે. કંપનીને કુલ 70,96,027 દંડ ફટકારેલ છે.
3 - અાઇનોક્ષ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સર્વિસ લીમીટેડ તરફથી 14750.3 મેટ્રીક ટન હાર્ડમોરમ ખનીજનું ખોદકામ અને 7840.29 મેટ્રીક ટન ખનીજનો સંગ્રહ કરેલ છે, અામ કંપનીને કુલ 71,66,865 રૂપિયા દંડ ફટકારેલ છે.
4 - સુઝલોન ગુજરાત વિન્ડપાર્ક લીમીટેડ દ્વારા 3293.78 મેટ્રીક ટન હાર્ડમોરમ ખનીજનો સંગ્રહ કરી રસ્તો બનાવવા માટે ઉપયોગ કરેલ હોવાથી 10,44,952 રૂપિયા દંડ કરાયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...