ભાસ્કર વિશેષ:મીનાર્ક કમુરતા પૂર્ણ, કચ્છમાં ફરી લગ્નસરાની મોસમ ખીલી, ઠેર-ઠેર શરણાઇઓ ગુંજતી થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળ ખતમ થતાં લોકો ધામધૂમથી પ્રસંગ ઉજવવા ઉત્સુક

કોરોનાકાળના 2 વર્ષમાં વિવિધ પ્રતિબંધના કારણે લગ્નની ધામધૂમથી ઉજવણી થઈ શકી નથી ત્યારે આ વખતે કોરોનાના પ્રતિબંધ હટી જતા હર્ષોલ્લાસ સાથે શુભપ્રસંગોની ઉજવણી માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે તેવામાં મીનાર્ક કમુરતા પૂર્ણ થઈ જતા કચ્છમાં ફરી લગ્નસરાની સીઝન ખીલી ઉઠી છે અને શુભમુહુર્ત શરૂ થઈ ગયા હોવાથી લગ્નની શરણાઈઓ ઠેરઠેર ગુંજીતી સંભળાશે.

જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે,14 એપ્રિલ ગુરુવારથી મીનાર્ક કમૂર્તા પૂરા થતા લગ્નની સિઝન ફરી શરૂ થઈ છે અને 31 ડિસેમ્બર સુધી વિવાહ માટે કુલ 47 મુહૂર્ત છે. એપ્રિલમાં લગ્નના 8, મે મહિનામાં સૌથી વધુ 13, જૂનમાં 9, જુલાઈમાં 7 મુહૂર્ત છે. ઉલ્લેખનીય છે કે,વિવાહને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના કારણે બજારમા પણ ખરીદી શરૂ થઈ જવા સાથે હાલમાં પરિવારો દ્વારા પાર્ટી પ્લોટ,કેટરર્સ,ટ્રાવેલ્સ સહિતની વસ્તુઓ બુક કરાવવાની દોડધામ શરૂ કરી દેવાઈ છે.

મહિનાવાર લગ્નના મુહૂર્તની શુભ ઘડીઓ, સૌથી વધુ મેં માસમાં સંયોગ

મહિનોલગ્નના મુહૂર્તની તારીખ
એપ્રિલ16, 17, 19, 20,21, 22,
-24,25
મે2, 4, 10, 11, 12, 13,14,
-16, 18, 20, 21, 26,27
જૂન1, 6, 8, 11, 12, 13, 16,
-21,23
જુલાઈ3, 4, 5, 6, 7, 8, 9
નવેમ્બર25, 26, 27,28
ડિસેમ્બર2, 4, 8, 9, 14

10 જુલાઈથી 17 નવેમ્બર સુધી નહિ થાય વિવાહ

10 જુલાઈ 2022 અષાઢ સુદ અગિયારસથી 4 નવેમ્બર 2022 કારતક સુદ અગિયારસ શુક્રવાર સુધી ચાતુર્માસ રહેશે. તેની સાથે જ 2 ઓક્ટોબર રવિવારથી 17 નવેમ્બર ગુરુવાર સુધી શુક્ર અસ્ત રહેશે. જેથી આ સમય દરમિયાન લગ્નના મુહૂર્ત નહીં હોવાથી લગ્નો યોજી શકાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...