ફરિયાદ:ભુજમાં લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી વેપારી ફરાર થઇ જતા ચકચાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે માસ અગાઉ વ્યાજખોરોની ધમકીથી દુકાનમાં જ ફીનાઇલ પી લીધું હતું

ભુજના એક સોની વેપારી પર દેવું ચડી જતાં પ્રથમ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ રાતો રાત લાખોનું રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. માહિતગાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર સોના ચાંદીનો વેપાર કરતા એક વેપારી યુવકે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. બાદ લેણદારોની ઉઘરાણી વધી જતાં ગત 17 સપ્ટેમ્બરના પોતાની દુકાનમાં જ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ અંગે જી.કે.જનરલ હોસ્પિટલની એમએલસી પરથી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ થઇ હતી. પરંતુ વેપારીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી ન હતી.

દરમિયાન સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વેપારી એટલાક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. અને તે ચુકવી ન શકતાં રૂપિયા ન દેવા પડે તે માટે ફીનાઇલ પી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તો, આ વેપારી પાસે કેટલાક લોકોના સોનાના દાગીનાઓ પણ પડ્યા હોવાનું અને તે ગ્રાહકને પરત આપ્યા ન હોવાનું બહાર આવ્યું છે. હવે આ વેપારી ભુજ મુકીને ક્યાક ફરાર થઇ ગયો હોવાનું ભોગબનારો જણાવી રહ્યા છે. એટલું જ નહી આ વેપારીની પત્ની કે જે યોગ શિખવાડે છે. તેણે કેટલીક મહિલાઓને રૂપિયાનું રોકાણ કરી સોનું આપવાની સ્કીમ ચલાવી હતી.

જેમાં કેટલીક મહિલાઓ સભ્ય બની હતી. તેણીઓના રૂપિયા મેળવી લીધા હોવાનું અને સ્કીમમાં રૂપિયા કે સોનાની વસ્તુઓ આપી ન હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે છેલ્લા બે મહિનાથી અચાનક આ સોની વેપારી પલાયન થઇ જતાં લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તો, અનેક લોકોના રૂપિયા છુટ્ટા થાય તેમ છે તેવું વેપારીના જાસામાં ફસાયલા લોકોએ માંગ કરી છે.

સતા પક્ષના અગ્રણીના પણ લાખો રૂપિયા ફસાયા છે
ભુજના એ સોની વેપારીએ સતા પક્ષના એક અગ્રણી પાસેથી પણ અંદાજે 22 લાખ જેવા રૂપિયા લીધા હોવાનું અને તે પરત ન કરતો હોવાથી રૂપિયાની વેપારી પાસે માંગણી કરાઇ હોવાથી વેપારીએ ફીનાઇલ પી લીધું હતું તેવી ભોગબનારાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...