ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં નોકરી કરતા કેરળના યુવક દ્વારા લાખોનું ફુલેકું ફેરવી નાસી જવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. અારોપી મિત્ર પાસેથી ઉછીના નાણા પેટે દાગીના, રોકડ અને એમ્બ્યુલન્સ મેળવીને બારોબાર વેચી મારી ફરાર થઇ ગયો છે. અા બનાવની બે વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરાઇ હતી. પરંતુ પોલીસની ફેંકાફેંકને કારણે હવે છેક ગુનો દાખલ થયો ત્યારે ભોગબનારના મૃત્યુ થયાને બે વર્ષ ઉપર સમય વિતી ગયો હોવાનું બહાર આવ્યું છે !
જી.કે. જનરલ હોસ્પિટલમાં અદાણી કંપનીમાં નર્સીંગ ડીપાર્ડમેન્ટમાં ફરજ બહાવતા મુળ કેરળના હાલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા જોબીન વર્ગીસ જોસ નામના યુવક સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ મુળ કેરળના જ અને હાલ માધાપર ગોકુલધામ ખાતે રહેતા સુનીસ સુકુમાર પનીકર (ઉ.વ.23)એ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પિતાના મિત્ર અને આરોપીએ ફરિયાદીના પિતા પાસે ગત જાન્યુઆરી 2019ના આર્થિક મદદ માટે ઉછીના નાણા માગ્યા હતા.
ફરિયાદીના પિતાએ આરોપીને રૂપિયા 1 લાખ 52 હજારના સોનાના દાગીના આવ્યા હતા. જેના પરથી આરોપીએ ફાઇનાન્સ માંથી ગોલ્ડ લોન મેળવીને રૂપિયા કે દાગીના પરત આપ્યા ન હતા. ઉપરાંત ફરિયાદીના પિતાની એમ્બ્યુલન્સ લઇ તેને ગીરવે મુકી ફાઇનાન્સના હપ્તા ન ભરી વિશ્વાસઘાત છેતરપીંડી આરોપી પરિવાર સાથે પલાયન થઇ ગયો છે. ફરિયાદીના પિતા સાથે છેતરપીંડી વિશ્વાસઘાતનો બનાવ ગત 1 ઓક્ટોબર 2019ના બન્યો હતો.
દરમિયાન ફરિયાદીના પિતાનું બીમારીના કારણે મૃત્યુ ગત માર્ચ 2021ના બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથક લેખિત ફરિયાદ અરજી આપી હતી. હદની પણોજણ ઉભી કરી ફરિયાદી લેવામાં ભુજ બી ડિવિઝન અને માધાપર પોલીસ સ્ટેશન વચ્ચે ફરિયાદીને ધક્કા ખવડાવ્યા હતા. અને આખરે એક વર્ષ પછી આરોપી વિરૂધ ગુનો નોંધ્યો હતો ! જ્યારે ગુનો નોંધાયો ત્યારે ભોગબનારનું મૃત્યુ થયાને એક વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે.
એમ્બ્યુલન્સના ગ્રુપમાં પણ લાખોની કરી છે ઠગાઇ
જી.કે.જનરલ હોસ્પિટલમાં ચાલતી પ્રાઇવેટ અને ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ચાલકોના ગૃપમાં પણ જોબીને પ્રત્યક વ્યક્તિઓ પાસેથી નાણા મેળવીને અંદાજે 16 લાખ જેટલ માતબર રકમ પડાવી પરત ન આપી છેતરપીંડી કરી હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું છે.
ચીટરે બહેનના પણ દાગીના મુકી દીધા છે ગીરવે
ચીટર બાજ જોબીને મિત્રવર્તુળોને શીશામાં ઉતારી લાખોની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીએ તેની બહેન પાસેથી પણ સોનાના દાગીના મેળવી ગીરવે મુકી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.