રવિવારે બુધ ગ્રહે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 23 માર્ચ સુધી રાશિમાં રહેશે. મકર જેમ કુંભ પણ શનિની જ રાશિ હોય છે, આ રાશિમાં બુધ હોવાથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં ફેરફારના યોગ બનશે. કુંભ રાશિમાં સૂર્ય-ગુરુ પણ રહેશે, જેથી થોડા લોકોને લેવડ-દેવડ અને રોકાણમાં અચાનક ફાયદો થવાના યોગ બનશે, તો થોડી રાશિઓના જાતકોને આર્થિક મામલે વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે,ખરીદ-વેચાણ, લેવડ-દેવડ, રોકાણ, વાણી, અભિવ્યક્તિ, કેલ્ક્યુલેશન અને બુદ્ધિ પર આ ગ્રહની અસર પડે છે. બુધના રાશિ પરિવર્તનથી પત્રકાર, વકીલાત, બિઝનેસ અને શેરબજાર સાથે જોડાયેલા લોકો પ્રભાવિત થાય છે. આ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે અને મોટા ભાગે દર 18મા દિવસે રાશિ બદલે છે.
જાણો રાશિભ્રમણથી કઈ રાશિના જાતકોને લાભ થશે અને કોને નડશે વિઘ્નો
બુધવારથી 18 માર્ચ સુધી હોળાષ્ટક, શુભ કાર્યો થશે નહીં
ફાગણ મહિનાનો આરંભ થઇ ગયો છે ત્યારે આગામી બુધવાર, 9 માર્ચથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યો છે. 9થી 18 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે, જેથી આ સમય દરમિયાન શુભ-માંગલિક કાર્યો કરી શકાશે નહીં. 17 માર્ચ ગુરૂવારે હોલિકા દહન કરવામાં આવશે તેમજ 18મીના ધુળેટીની ઉજવણી થશે. જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આ માસમાં પાંચ ગુરૂવાર અને શુક્રવાર આવે છે, જેથી ગુરૂ અને શુક્ર ગ્રહનું વિશેષ પ્રભુત્વ રહેશે. લગ્નો શુક્ર ચોથા ભાવમાં રહેવાથી પ્રજાની સુખાકારીમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે વૃષિક રાશિનો કેતુ બીજા ભાવમાં રહેવાથી બચતમાં ઘટાડો અને ખર્ચામાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. શેરબજારમાં પણ ઉતાર-ચડાવ જોવા મળી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.