તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રખર તાપ:રાજ્યમાં બીજા ક્રમના ગરમ ભુજમાં 41 ડિગ્રીએ પારો સ્થિર

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નલિયા 40.6, કંડલા (એ)માં 40 ડિગ્રીએ પ્રખર તાપ

એપ્રિલના આરંભે જ ભુજ 41 ડિગ્રી જેટલા ઉંચા તાપમાને શેકાયું હતું. અમરેલી 41.1 બાદ રાજ્યમાં બીજા ક્રમે ગરમ રહેલા જિલ્લા મથકે મહત્તમ પારો બીજા દિવસે સ્થિર રહેતાં ચૈત્રમાં આકરી ગરમી પડવાના એંધાણ વર્તાયા હતા. શિયાળામાં શીત નગર બનતાં નલિયામા 40.6 અને કંડલા (એ) વિસ્તારમાં 40 ડિગ્રીએ પ્રખર તાપ અનુભવાયો હતો. ભુજમાં સતત બીજા દિવસે પણ ઉષ્ણતામાપક પારો 41 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. સૂર્ય નારાયણનો મિજાજ આકરો રહેતાં બપોરે લોકોએ ઘરમાં રહેવાનું મુનાસીબ માન્યું હતું. ન્યૂનતમ 23.2 રહેતાં મોડી રાત્રે જિલ્લાની તાસીર મુજબ ઠંડક પ્રસરી હતી.

કચ્છમાં બીજા ક્રમે ગરમ રહેલા નલિયામાં પારો અઢી આંક ઉંચકાઇને 40.6 પર પહોંચ્યો હતો જ્યારે નીચું તાપમાન 18 રહેતાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક સાથે વિષમતા અનુભવાઇ હતી. કંડલા એરપોર્ટ પર મહત્તમ 40 ડિગ્રી રહેવાની સાથે ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારોમાં પ્રખર તાપ પડ્યો હતો. જો કે, ન્યૂનતમ 21.8 રહેતાં સૂર્યાસ્ત બાદ રાહત અનુભવાઇ હતી. કંડલા પોર્ટ પર મહત્તમ 36.7 અને ન્યૂનતમ 20 ડિગ્રી રહ્યું હતું.

3 દિ’ ગરમીનું મોજું ફરી વળશે
હવામાન વિભાગે વ્યક્ત કરેલી શક્યતા મુજબ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં ત્રણ દિવસ સુધી ગરમીનું મોજું ફરી વળશે. મહત્તમ તાપમાન હજુ પણ એકથી ત્રણ ડિગ્રી જેટલું ઉંચકાવાની સંભાવના હોતાં ખાસ કરીને વરિષ્ઠો અને બાળકોની સંભાળ લેવા અને મધ્યાહ્ને બિન જરૂરી રીતે બહાર ન નીકળવા વેધશાળા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો