તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સામખિયાળીમાં વેપારી પરિવાર ઘાતક હુમલો

સામખિયાળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ વેપારીએ ખતરો હોવાનો વીડિયો વાયરલ કર્યો હતોઃ પાંચ ઇસમો ધોકા સાથે આવ્યા હતા

સામખીયારીના જંગી રોડ પર વેપારીની દુકાનમાં ધોળે દિવસે ધોકા સાથે ધસી આવેલા પાંચેક શખ્શોએ સરાજાહેર વેપારી પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી વિગતો એવી છે કે થોડાક દિવસો અગાઉ ભરતભાઈ ઠક્કર તથા તેમના પત્ની કલ્પનાબેને પોતાના પરિવારને જાનનું જોખમ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે વીડિયોએ લોહાણા સમાજ સાથે સમગ્ર ભચાઉ તાલુકામાં ચકચાર મચી હતી.

આ વીડીયો વાયરલ કર્યા બાદ આજે વેપારી ભરતભાઈ ઠક્કર પોતાની દુકાનમાં હતા ત્યારે ધોળે દિવસે અર્ટિકા કારમાં આવેલા પાંચેક ઇસમોએ ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં તેમને માથામાં ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થઈ ગયેલ અને તેમને સામખીયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધા બાદ ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો તેમના પત્ની કલ્પનાબેન તેમને છોડાવવા માટે વચ્ચે પડતા તેમના ઉપર પણ હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડાઇ હતી. આ હિચકારો હુમલો કરનાર ઇસમો ત્યાંથી નાસી ગયા હતા. આ બાબતે પોલીસે નિવેદનો લઇ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

મિલકત મામલે વેપારી પર હુમલો કરવામાં આવ્યો
આરોપી દિનેશ ગંગારામ મારાજે એક મહિના પહેલા ભરતભાઇ ઠક્કરના પિતા ચંદુલાલભાઇ ઠક્કરને બ્લેકમેઇલ કરી એક કરોડ કરતા વધારે કિંમત ની દુકાનો અને મકાનના દસ્તાવેજ કરાવી લીધા હતા તે દુકાન અને મકાનનો કબ્જો ભરત ઠક્કર પાસે હતો તે મિલકત ખાલી કરવામાં દિનેશ મારજ દ્વારા હુમલો કરાવાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો