તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં અંજાર તાલુકાના બુઢારમોરામાં 6 અને મેઘપર બોરીચીમાં 1 ઉપરાંત ભચાઉ તાલુકાના જડસામાં 1 પોઝિટિવ કેસ નોંધાયા બાદ જિલ્લા આરોગ્ય તંત્રે કલસ્ટર ઝોન બુઢારમોરામાં 11, મેઘપર બોરીચીમાં 2 અને જડસામાં 6 ટિમો ઉતારી છે, જેમાં મકાન અને લોકોના સર્વેનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, બુઢારમોરામાં 11 ટીમો દ્વારા 398 મકાનોનો સર્વે કરાયો છે, જેમાં 2096 લોકોને આવરી લેવાયા છે. મેઘપર બોરીચીમાં 2 ટિમો દ્વારા 16 મકાનોનો સર્વે કરાયો છે, જેમાં 66 લોકોને આવરી લેવાયા છે. જડસામાં 6 ટિમો દ્વારા 88 મકાનોનો સર્વે કરાયો છે, જેમા_ 594 લોકોને આવરી લેવાયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ગુરુવારે વધુ 3447 લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે, જેથી હોમ ક્વોરોન્ટાઈનનો આંકડો 9495 ઉપર પહોંચી ગયો છે. એ સિવાય સરકારો ક્વોરોન્ટાઈન 395 હતા અને 182ને મુક્ત કરી દેવાય છે. હવે 213 દાખલ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં બુધવારે 33 સેમ્પલ લેવાયા હતા. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને વધુમાં પૂછ્યું કે, જિલ્લા બહારથી આવતા લોકોને ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરોન્ટાઈન કેમ કરવામાં આવતા નથી. તો તેમણે જણાવ્યું હતું કે, એ દિશામાં વિચારાઈ રહ્યું છે. કદાચ કલેકટર આજકાલમાં નોટિફિકેશન બહાર પાડે એવી શક્યતા છે. પરંતુ, એ બાબતે વિશેષ હું કાંઈ કહી શકું નહીં.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.