તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:આડેસરથી મેઘરાજાનું ઝાપટારૂપે આગમન

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘો હેત વરસાવે તો ન માત્ર સાતમ-આઠમ, આખું વર્ષ આ​​​​​​​નંદ ભયો
  • સમગ્ર જિલ્લામાં વરસાદ પડે તેવી આશાનો સંચાર
  • 10 મિનિટ સુધી જોરદાર ઝાપટાં બાદ વરસાદ બંધ થતાં ખેડૂતો ખિન્ન

બે દિવસથી વાતાવરણમાં અાવેલા બદલાવ સાથે ગરમી અને ભારે બફારા વચ્ચે રવિવારે કચ્છના પ્રવેશદ્વાર અાડેસરથી મેઘરાજાના ઝાપટારૂપે અાગમન સાથે સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ થાય તેવી અાશાનો સંચાર થયો છે. જિલ્લાના અમુક જ વિસ્તારમાં અાગોતરા વરસાદના પગલે વાવણી થઇ છે અને ત્યારબાદ મેઘરાજા રિસાયા હોય તેમ વરસાદ ખેંચાતાં ખેડૂતો, માલધારીઅોની ચિંતા વધી ગઇ છે તેવામાં છેલ્લા બે દિવસથી ગરમી અને ભારે બફારા સાથે વરસાદ પડે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.

રવિવાર અેટલે કે, સાતમના દિવસે કચ્છના પ્રવેશદ્વાર એવા રાપર તાલુકાના અાડેસર તેમજ આસપાસના ખાંડેક, ઘાણીથર સહિત હાઇવેપટ્ટીના ગામોમાં બપોરે અેક કલાકે મેઘરાજાનું ભારે ઝાપટાં સાથે અાગમન થયું હતું અને પાણી વહી નીકળ્યા હતા. જો કે, અા ખુશીનો માહોલ જાજો સમય ટક્યો ન હતો અને 10 મિનિટમાં જ વરસાદ બંધ થતાં લોકોને નિરાશા સાપડી હતી.

સમગ્ર કચ્છમાં મેઘરાજા હેત વરસાવે તો મુરજાતા મોલમાં જીવ અાવે અને પાણી, ઘાસચારાની તંગી દુર થાય તેમજ સચરાચર વરસાદ પડે તો ન માત્ર સાતમ-અાઠમ પરંતુ અાખું વર્ષ ખેડૂતો, માલધારીઅોના ઘરોઘર અાનંદ ભયો. રવિવારે પણ કચ્છમાં ગરમી સાથે બફારો યથાવત રહ્યો હતો અને અનુક્રમે કંડલા અેરપોર્ટ, ભુજ અને કંડલા પોર્ટ રાજ્યમાં ગરમ રહ્યા હતા.
ન હતો અને 10 મિનિટમાં જ વરસાદ બંધ થતાં લોકોને નિરાશા સાપડી હતી.
સમગ્ર કચ્છમાં મેઘરાજા હેત વરસાવે તો મુરજાતા મોલમાં જીવ અાવે અને પાણી, ઘાસચારાની તંગી દુર થાય તેમજ સચરાચર વરસાદ પડે તો ન માત્ર સાતમ-અાઠમ પરંતુ અાખું વર્ષ ખેડૂતો, માલધારીઅોના ઘરોઘર અાનંદ ભયો. રવિવારે પણ કચ્છમાં ગરમી સાથે બફારો યથાવત રહ્યો હતો અને અનુક્રમે કંડલા અેરપોર્ટ, ભુજ અને કંડલા પોર્ટ રાજ્યમાં ગરમ રહ્યા હતા.

અાવતીકાલથી મંગળ વર્તારો : શુક્રવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની અાગાહી
હવામાન વિભાગના મંગળ વર્તારાથી વરસાદ પડશે તેવી અાશાનો સંચાર થયો છે. કચ્છના અમુક સ્થળે તા.31-8, મંગળવારથી તા.3-9, શુક્રવાર સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે અને જયાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી પવનની ગતિ વધીને પ્રતિ કલાક 40થી 60 કિ.મી. વચ્ચે રહેશે અેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના સાૈથી ગરમ મથકોનું તાપમાન
કંડલા (અે.)36.8
ભુજ36.4
અમદાવાદ36.4
ડિસા36.4
કંડલા પોર્ટ36.1

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...