તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:કચ્છમાં અષાઢી બીજના અવસરે મેઘરાજાએ મુહૂર્ત સાચવ્યું, મધ્યરાત્રિએ વાગડમાં તો આજે પશ્ચિમ કચ્છમાં ઈન્દ્રદેવની પધરામણી

ભુજ15 દિવસ પહેલા
  • લોકવાયકા પ્રમાણે અષાઢીબીજે કચ્છમાં મેઘરાજા હાજરી પુરાવતા હોય છે

સેંકડો વર્ષોની પરંપરા અને લોકવાયકા પ્રમાણે કચ્છી નવા વર્ષ અષાઢીબીજના દિવસે મેઘરાજા સુકન સાચવવા પણ હાજરી પુરાવેજ છે. અને તેની સાબિતી આપતા આજે મેઘરાજાએ અડધાથી અઢી ઇંચ વરસાદ કચ્છ પંથકમાં વરસાવવાની સાથે પોતાનો હેત પણ વરસાવ્યો હતો.

ગત રાત્રે 2 વાગ્યાની આસપાસ ભચાઉ શહેર અને તાલુકા વિસ્તારના અનેક ગામોમાં અડધાથી એક ઇંચ પાણી વરસાદ પડ્યો હતો તો રાપર , અંજાર, ભૂજ અને મુન્દ્રમાં પણ એકાદ ઇંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં વરસસના પગલે હમીરસર તળાવમાં સામાન્ય આવક ચાલુ થવા પામી હતી.

દરમિયાન આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં નખત્રાણા ખાતે ધોધમાર વરસાદ ખાબકતા બેથી અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના પગલે ખેડૂત વર્ગમાં અનેરી ખુશીનો માહોલ છવાઈ જતા એકમેકને નવા વર્ષની સાથે મેઘમહેરની હર્ષોલ્લાસ સાથે શુભેચ્છા પાઠવી હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું. આ પંથકમાં વરસાદ થતાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ સર્વને શુભેચ્છા પાઠવી હતી અને સચરાચર વરસાદથી કચ્છડો બારે માસ લીલોછમ બની રહે એવી માં આશાપુરાને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...