તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Mega Medical Camp For The Disabled Was Held At Rapar In East Kutch, 180 Out Of 300 Disabled Were Given Disability Certificates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પૂર્વ કચ્છના રાપર ખાતે દિવ્યાંગો માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો, 300 દિવ્યાંગોમાંથી 180 ને દિવ્યાંગ પ્રમાણપત્ર અપાયા

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
અગ્રણીઓ, તબીબો અને સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહી આ કેમ્પમાં સહયોગી બન્યા હતા - Divya Bhaskar
અગ્રણીઓ, તબીબો અને સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહી આ કેમ્પમાં સહયોગી બન્યા હતા
 • તબીબોએ 180 જેટલા દિવ્યાંગોની ચકાસણી કરીને તેમની ઓળખ માટે પ્રમાણપત્રો આપ્યા

પૂર્વ કચ્છના રાપર ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા દિવ્યાંગો માટે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પમાં 300 જેટલા દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી તબીબોએ 180 જેટલા દિવ્યાંગોની ચકાસણી કરીને તેમની ઓળખ માટે પ્રમાણપત્રો આપ્યા હતા. આ પ્રમાણપત્રનો લાભ દિવ્યાંગો રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટ અંતર્ગત મળતી યોજનાઓમાં ઉપીયોગ કરી લાભ મેળવી શકે છે.

ડોકટરો અને અન્ય અગ્રણીઓ આ કેમ્પમાં જોડાયા
આ પ્રમાણપત્રો તેમના માટે જીવન રક્ષક સમાન છે. નવજીવન સેવાશ્રયના જીતેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કેમ્પો આગામી દિવસોમાં જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ તથા સમાજ સુરક્ષા કચેરી ભુજના સહયોગથી વાગડ વિસ્તારમાં યોજવામાં આવશે.

આ કેમ્પમાં સેવાસેતુ સંસ્થા રાપર, જીકે જનરલ ભુજના ડો. ચિરાગ કુબડીયા, ડો નિખિલ રૂપાલા, ડો. તપન ગુપ્તા, ઓર્થો.વિશાલભાઈ, ડો.વાઘેલા, ડો.કરિશ્માં પટેલ, ડો.રાહુલ ક્લાર્ક સાથે એન.એલ.ચૌહાણ વગેરે તબીબો, અગ્રણીઓ અને સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહી આ કેમ્પમાં સહયોગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો