જિલ્લામાં કોરોના મહામારીએ માથું ઊંચકતા બીમારીને કન્ટ્રોલમાં લેવા માટે સરકારથી માંડી સ્થાનિક વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. જેના કારણે ટેસ્ટ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.કચ્છ જિલ્લામાં 7 શહેરો અને 10 તાલુકા હોવાથી જિલ્લાના ટોચના અધિકારીઓ દરરોજ તાલુકાનો પ્રવાસ ખેડી શકે તેમ નથી જેના કારણે દરરોજ ભુજ ખાતે મીટિંગો બોલાવવામાં આવે છે પણ જરૂરિયાતના બદલે તેનો અતિરેક થઈ જતા ખુદ વિભાગમાં જ કચવાટ જોવા મળી રહ્યો છે.
સવાર પડે ને તંત્ર દ્વારા દસેય તાલુકાના ટીએચઓ તેમજ સંબધિત રેવન્યુ અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ ગોઠવી દેવાય છે તેમજ કલેકટર કચેરી દ્વારા પણ દરરોજ સાંજે કોવિડ કોર કમિટીની બેઠક યોજવામા આવે છે.
કેસોમાં આવેલા ઉછાળાથી તંત્રનો જીવ અધ્ધર થઈ જતા આ દોડધામ કરાઈ છે પણ સવારે જે સૂચના મળી હોય તેનું અમલીકરણ થાય ત્યાં બીજા દિવસે ફોલોઅપ રિપોર્ટ માંગી નબળી કામગીરી હોય તો ખુલાસો પુછવામાં આવે છે અને અન્ય ટાર્ગેટ પણ થોપી દેવાય છે. જેથી સ્ટાફ ઘટ વચ્ચે કામના ભારણના કારણે મીટિંગોના ફતવાથી સ્ટાફ માનસિક રીતે પરેશાન થઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.