આયોજન:કચ્છ સુસાઇટ પ્રિવેન્શન ફોરમની કમિટી માટે બેઠક

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ સુસાઇટ પ્રિવેન્શન ફોરમની નવી ટીમની રચના માટેની આગામી અગત્યની મિટીંગ તા. 30 ઓગષ્ટના રવિવારે ઓમ ફાઉન્ડેશન, મન ઉર્જા ક્લિનીક, બીજો માળ, હોસ્પીટલ રોડ ભુજ-કચ્છ (ડૉ. દેવજ્યોતિ શર્માનું ક્લિનીક)માં બપોરે 3.30 વાગ્યે રાખવામાં અાવી છે.

અા બેઠકમાં વિવિધ કમિટીની રચના પણ કરવામાં અાવશે. જેવી કે કાઉન્સીલીંગ કમિટી, મિડીયા કમિટી, એજ્યુકેશન કમિટી, સોશીયલ મિડીયા કમિટી, લીગલ એડવાઇઝર કમિટી, કલ્ચરલ પ્રોગ્રામ કમિટી, યોગા કમિટી, સ્પોટ્સ કમિટી, વેબીનાર (આઇ.ટી.) કમિટી, વુમન સેલ. કોઇ કિમટીમાં સામેલ થવા માટે રસ ધરાતા લોકોઅે કિમટીના ચેરમેનની સેવા માટે ધવલભાઇ રાવલને જાણ કરી શકાશે. કોઇ નવી કમિટી માટેનું મત પણ અાપી શકાશે. આ મિટીંગમાં માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે હાજર રહેવા જણાવાયું છે. અનિવાર્ય સંજોગોવસાત હાજર ન રહી શકનાર વ્યક્તિઅે તેની જાણ તથા આગામી સેવાની જવાબદારી માટે પણ જાણ કરવા વિનંતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...