આયોજન:જિલ્લા પંચાયતમાં આજે વિકાસ કામો સમાવવા સદસ્યોની સંમતિ માટે બેઠક

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી અધિકારીઅોઅે સૂચવેલા કામોમાંથી ચૂંટાયેલા સભ્યોની મંજુરી માટે વ્યાયામ
  • 9મી સપ્ટેમ્બરે મુલત્વી રહેલી સામાન્ય સભા 18મી એ બોલાવવા પૂર્વ તૈયારી

જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી માર્ગદર્શિકા મુજબ વહીવટી અધિકારીઅોઅે સૂચવેલા વિકાસ કામો હાથ ધરવા ચૂંટાયેલા સદસ્યોઅે નનૈયો ભણી દીધા બાદ 9મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ઠરાવો થઈ શક્યા ન હતા, જેથી સામાન્ય સભા 18મી સપ્ટેમ્બર ઉપર મુલત્વી રખાઈ હતી. હવે સામન્ય સભા પહેલા સદસ્યોની સંમતિ માટે અાજે ગુરુવારે સદસ્યોની બેઠક બોલાવાઈ છે.કેન્દ્ર સરકારે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 100 ટકાને બદલે 70 ટકા રકમ ગ્રામ પંચાયતને ફાળવી છે. જ્યારે સાૈ પ્રથમ વખત તાલુકા પંચાયતને 20 ટકા અને જિલ્લા પંચાયતને 10 ટકા રકમ ફાળવી છે, જેનબળાઈનો લાભ લેવામાં નિષ્ફળ ગયો છે.

તાલુકા અને જિલ્લા પંચાયતને કેન્દ્ર અને રાજ્યની માર્ગદર્શિકા મુજબ રકમ ખર્ચવા કહેવાયું છે. જોકે, માર્ગદર્શિકામાં અેમ ક્યાંય નથી કહેવાયું કે, વહીવટી અધિકારીઅો સૂચવે અેવા જ વિકાસ કામો હાથ ધરવા. પરંતુ, સામાન્ય સભામાં વહીવટી અધિકારીઅોઅે સૂચવેલા વિકાસ કામોને બહાલી અાપવા તખતો ઘડાઈ ગયો હતો, જેથી ચૂંટાયેલા સદસ્યોઅે વિરોધ કર્યો હતો. જેના કારણે પહેલી વખત સામાન્ય સભા મુલત્વી રાખવાની નોબત અાવી હતી, જેમાં પદાધિકારીઅોની અણઅાવડત છતી થઈ ગઈ હતી.

જોકે, બીજી તરફ વિપક્ષ શાસક પક્ષના પદાધિકારીઅોની અે નબળાઈનો લાભ લેવામાં નિષ્ફળ ગયો છે. અે પણ હકીકત છે. હવે 18મી સપ્ટેમ્બરે સામાન્ય સભામાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને બહાલી અાપવા સદસ્યોને 16મી સપ્ટેમ્બર ગુરુવારે બોલાવવામાં આવ્યા છે. જેમને વહીવટી અધિકારીઅોઅે સૂચવેલા વિકાસ કામો બતાવવા છે. જે કામોમાં સદસ્યો સંમતિ અાપશે. અેજ કામોને સામન્ય સભામાં બહાલી અાપવામાં અાવશે. જોકે, કેટલા સદસ્યો સંમતિ અાપશે અે પણ અેક પ્રશ્ન થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...