તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માર્ગ અકસ્માતથી થતું જાનમાલનું નુકશાન વ્યકિતગત, કૌટુંબિક અને રાષ્ટ્રીય હોય છે. આ નુકશાન અટકાવવા તથા માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ લાવવા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ માર્ગ સલામતી સપ્તાહ/માસ સંલગ્ન વિભાગો દ્વારા ઉજવાય છે ત્યારે હાલમાં ચાલતાં ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ અન્વયે જિલ્લામાં ભારે વ્યવસાયિક વાહનો (નવા-જુના)ના ફેબ્રીકેશનનું કામ કરતાં ધધાર્થીઓ માટે આર.ટી.ઓ.માં મીટીંગનું આયોજન કરાયું છે.
વાહન ફેબ્રિકેશનનું કામ કરતા ધંધાર્થીઓને રોડ સેફટી સ્ટાન્ડર્ડ અને મોટર વ્હીકલ એકટ તથા રૂલ્સ સબંધિત બોડી બીલ્ડીંગના ધારાધોરણથી માહિતગાર કરવા આગામી તા.10મી ફેબ્રુઆરીના સાંજે ૪ કલાકે આર.ટી.ઓ. કચેરી, ભુજ-કચ્છ ખાતે મીટીંગનું આયોજન કરાયું છે. જેથી માર્ગ સલામતી બાબતે આપનું યોગદાન આપવા અને સમયસર હાજર રહેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.