તપાસ:કોરોના સેલ્ફ ટેસ્ટ કિટ પર હવે બંધી લાવવા મેયરનો સંકેત

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક નાગરિકો ઘરે જ ટેસ્ટ કરતા હોવાથી કેસની અસલ સંખ્યા બહાર આવતી નથી

કોરોનાની ત્રીજી લહેરે માઝા મૂકી છે. ઘેર ઘેર દર્દીઓ મળી રહ્યા છે. તેમાં વળી અમુક કેસમાં આખો ને આખો પરિવાર પણ લપેટમાં આવી રહ્યા છે. આને કારણે સ્થાનિક ડોક્ટરો પાસે ધસારો વધ્યો છે. કોવિડ પરીક્ષણો કરાવવા માટે પણ ધસારો વધ્યો છે. જોકે ઘણા બધા લોકો આજકાલ સહજ મળતા કોરોના સેલ્ફ ટેસ્ટ કિટ થકી તપાસ કરી લે છે, જેને કારણે અસલી આંકડો સત્તાવાર રીતે બહાર આવતો નથી. મહાપાલિકા પ્રશાસન તેથી જ આવા કિટ પર બંધી લાવવા વિચારી રહ્યું છે.મુંબઈ સહિત રાજ્યમાં દિવસે દિવસો કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપભેર વધી રહ્યો છે.

આને કારણે મહાપાલિકા પ્રશાસન ચિંતામાં છે. ત્રીજી લહેરને પહોંચી વળવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે બીજી બાજુ અનેક નાગરિકો સેલ્ફ ટેસ્ટ કિટની મદદથી ઘરમાં જ તપાસ કરી લે છે. આને કારણે સત્તાવાર રીતે અસલી આંકડાની નોંધ થતી નથી. વળી, આવા લોકો કોરોના હોય તો પણ ઘેરબેઠાં જ ફેમિલી ડોક્ટરની સલાહ લઈને દવાઓ લઈ રહ્યા છે.તાવ, ખાંસી, શરદી, ગળાની ખીચખીચ, શરીરમાં દર્દ, માથામાં દર્દ, અસ્વસ્થતા એમ અલગ અલગ લોકોમાં આ લક્ષણો જોવા મળી રહ્યાં છે.

અમુક લોકોમાં આમાંથી એકાદ કે બે લક્ષણો હોય છે. ખાસ કરીને ખાંસી અને ગળામાં ખીચખીચની ફરિયાદ સૌથી વધુ છે. આવા સંજોગોમાં લોકો તપાસ કરવા જઈશું તો હોસ્પિટલ ભેગા થવું પડશે એવું વિચારને ઘરમાં જ ટેસ્ટ કિટ લાવીને તપાસ કરી રહ્યા છે.

સેલ્ફ કિટ પર કાર્યવાહી કરવા આદેશ
કોઈ પણ કંપનીનું સેલ્ફ ટેસ્ટ કિટ ઉપયોગ કરવાનું યોગ્ય નથી. તે ઘાતક નીવડી શકે છે. તેના થકી આપણને કોરોના ખરેખર લાગુ થયો છે કે નહીં તે ખાતરીદાયક રીતે સમજી નહીં શકાય. આથી આવા સેલ્ફ કિટ પર કાર્યવાહી કરવાના આદેશ જારી કરી દેવાયા છે. શનિવારથી જ જ્યાં પણ સેલ્ફ કિટ મળી આવશે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, એમ મેયરે જણાવ્યું હતું. ટૂંક સમયમાં જ સેલ્ફ કિટ પર સંપૂર્ણ બંધી લાદવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...