હવામાન:કચ્છમાં માવઠાની શક્યતા ઓછી પરંતુ દિવસભર વાતાવરણ ધુંધળું

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં માવઠાની શક્યતા નહિવત છે તેમ છતાં બુધવારે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ધુંધળું રહ્યું હતું અને નલિયામાં ન્યૂનત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હોવા છતાં 12 ડિગ્રી સાથે રાજ્યનું સાૈથી ઠંડું મથક રહ્યું હતું.

હવામાન વિભાગે કચ્છ સિવાયના અન્ય જિલ્લાઅોમાં તા.21-11 સુધી અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે તેમ છતાં પણ અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણના પગલે તેની અસર કચ્છમાં જોવા મળી રહી છે અને તા.17-11, બુધવારના દિવસ દરમ્યાન ધુંધળું વાતાવરણ રહ્યું હતું.

વધુમાં રાજ્યમાં સાૈથી ઠંડા રહેવામાં અવ્વલ સ્થાને રહેતા નલિયાઅે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હોવા છતાં પણ ઠંડા રહેવામાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું અને મંગળવારે ન્યૂનત્તમ તાપમાન રહ્યા બાદ બુધવારે ઉંચકાઇને 12 ડિગ્રીઅે પહોંચ્યું હતું. ઉપરાંત ડિસા 15.2 ડિગ્રી બાદ કંડલા અેરપોર્ટ 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યમાં તૃતીય સ્થાને રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં પણ લઘુત્તમ પારો ઉંચકાઇને 17.8 અને કંડલા પોર્ટમાં 19.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ અાગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા નહિવત છે.

અન્ય સમાચારો પણ છે...