તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ભુજમાં આઠમ પૂર્વે તસ્કરો દ્વારા મટકી ઘરફોડ ,ઘરમાં માજી સુતા રહ્યાને નિશાચરો 7.25 લાખના દરદાગીના લઇ ફરાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભજનમાંથી માલિક પરત આવ્યા ત્યારે 4 ચોરને બહાર નીકળતા જોયા

પ્રમુખ સ્વામીનગરમાં ધોળા દહાડે નકલી એજન્સીના નામે નિવૃત વયસ્કના ઘરમાં પ્રવેશેલા અજાણ્યા લોકો હજુ તાગ મળ્યો નથી ત્યાં પાસેના અરહિંતનગરમાં શુક્રવારની રાત્રે ચાર તસ્કરોએ ઘરમાં ખાતર પાડીને પોણા ત્રણ લાખ રોકડા અને સાડા ચાર લાખના સોના-ચાંદીના દાગીના સહિત 7 લાખ 25 હજારનો માલ ઉઠાવી જઇ પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં કાયદાના કાયદાના દોડધામ મચી જવા પામી છે. પોલીસ ટુકડી ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ સહિત સ્થળ પર પહોંચીને તસ્કરોનું પગેરૂ દબાવવા તપાસમાં જોતરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અરહિંતનગરમાં રહેતા અને માધાપર હાઇવે પર જલારામ લોજીસ્ટીકના નામે ટ્રાસ્પોર્ટરની ઓફિસ ધરાવતા નિમેશ મહેશભાઇ કોટકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. કે, ચોરીનો બનાવ શુક્રવારે રાત્રીના દસ વાગ્યાથી શનિવારની વહેલી સવારના પોતા ચાર વાગ્યા દરમિયાન બન્યો હતો. શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે તેમના પત્નિ અને પુત્ર માવતરે માંડવી તાલુકાના કોડાય ગામે ગયા હતા. તેમના પિતા મહેશભાઇ મંગવાણા ગામે શાકભાજીનો વેપાર કરતા હોઇ તેમના માતા મંગવાણાથી શુક્રવારે સવારે દસ વાગ્યે ભુજ આવ્યા હતા.

દરમિયાન શુક્રવારે રાત્રે ફરિયાદી પોતાના ઘરનું બહારથી તાળું મારીને તેમના મિત્ર સાથે અજાપર ખાતે ભજનના કાર્યક્રમમાં ગયા હતા. દરમિયાન વહેલી સવારે પરત તેમના ઘરે પોણા ચાર વાગ્યે આવ્યા હતા. અને ગાડી પાર્ક કરતા હતા ત્યારે તેમના ઘરમાંથી ચાર અજાણ્યા શખ્સો બહાર નીકળતા જોઇ જતાં તસ્કરોની પાછળ દોડ્યા હતા. પાડોશમાં રહેતા એક મકાનની દિવાલ ઠેકીને તસ્કરો અંધારામાં ઓઝલ થઇ ગયા હતા.

ફરિયાદીના ઘરમાંથી તસ્કરોએ હોલમાં રાખેલી બેગ જેમાં રોકડ રૂપિયા અઢી લાખ તેમજ ઉપરના રૂમના કબાટમાંથી રોકડ રૂપિયા 25 હજાર તેમજ 15 તોલાના સોનાના દાગીના કિંમત રૂપિયા સાડા ચાર લાખના તથા મોબાઇલ, આધારકાર્ડ એટીએમ અને ચંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સહિતનો મુદામાલ ચોરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ તસ્કરોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

.બાજુના ઘરમાં કઇ હાથ ન લાગતાં દાનપેટી લઇ પલાયન
અરહિંત નગરમાં ચોરી કરવા આવેલા શખ્સએ એક અન્ય બંધ મકાનના તાળા તોડીને તસ્કરીનો કર્યો હતો. પ્રયાસ પરંતુ ભાડેથી રહેતા લોકોના ઘરમાંથી કઇ હાથ ન લાગતાં ઘરમાં પડેલી દાનપેટી ઉઠાવી ગયા હતા. કોઇ મોટી મતા ન ગઇ હોવાથી પોલીસ ફરિયાદ કરાઇ નથી.

પ્રમુખ સ્વામી-અરિહંતનગરની ઘટનામાં અલગ મોડસ ઓપરેન્ડી
પ્રમુખ સ્વામી નગરમાં બનેલી ઘટના અને અરહિંતનગરમાં બનેલા બનાવ વચ્ચે કોઇ સામ્યતા જોવા મળી નથી બન્ને ઘટનાઓમાં અલગ ઓપરેન્ડી અજમાવાઇ હોવાથી કોઇ જ સામ્યતા ન હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

તસ્કરો સોના-ચાંદીના દાગીના, વાસણો ઉઠાવી ગયા
સોનાનું 50 ગ્રામ હાથના કડું, 20 ગ્રામ સોનાનું કડું, 15 ગ્રામનું ગળામાં પહેરવાનું લોકેટ, સોનાની 5 વીંટીઓ, 25થી 30 ગ્રામની સોનાની સાંકડ જેવી ચેઇન, સોનાની દ્રાક્ષની માળા, સોનાની બુટી જોડ-2, સોનાના બે પેંડલ, ચાંદીના થાળી વાટકા અને રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન તથા જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો માલ ઉઠાવી ગયા હતા.

મહિલા સુતા હતા તે રૂમને તસ્કરોએ બહારથી બંધ કરી દીધો
ઘરનું તાળુ તોડીને તસ્કરો અંદર પ્રવેશીને ઉપરના જે રૂમમાં મકાન માલિકના માતા સુતા હતા તે રૂમને બહારથી બંધ કરીને તસ્કરીને આપ્યો અંજામ બહાર નીકળતી વખતે મકાન માલિક આવી જતાં તસ્કરો પોતાના જોડા મુકી નાસી છુટ્યા.

અન્ય સમાચારો પણ છે...