તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મેચિંગ માસ્ક : આત્મનિર્ભર દિશામાં ભુજના દરજી

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકલ બજારને મહત્વ આપવા તરફના પ્રથમ પ્રયાસ ભુજના દરજીએ કર્યો
 • ડિઝાઈનર ડ્રેસ સાથે તે જ કપડાનું મેચિંગ માસ્ક બનાવી આપી નવો પ્રયાસ કરાયો

દેશ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પાંચમા રાષ્ટ્ર જોગ પ્રવચનમાં આત્મનિર્ભર બનવા પર ખાસ ભાર મૂક્યો હતો. સ્થાનિક પ્રોડક્ટ કઈ રીતે ગ્લોબલ બનાવવી તે નિર્ણય આપણે જ કરવો પડશે.  કપરા કાળમાં આપણી નજીકનો જ દુકાનદાર મદદરૂપ થયો છે, ત્યારે સ્વદેશી પર ભાર મૂકવા અને લોકલ બજારને મહત્વ આપવા તરફના પ્રથમ પ્રયાસ ભુજના દરજીએ કર્યો છે. 20 વર્ષથી સિલાઇકામ કરતા ધિરેનભાઈ સોલંકી કહે છે કે, માસ્ક પહેરવું હવે રોજિંદુ બન્યું છે, તો તેને વ્યવસાયમાં વણી લઈ ડિઝાઈનર ડ્રેસ સાથે તે જ કપડાનું મેચિંગ માસ્ક બનાવી આપીએ છીએ. આ કારણથી મહિલાઓ માટે એક વિશિષ્ટ આકર્ષણ બને છે, અને નવીનતા રહે. આ એક એવી પહેલ છે કે જેને કારણે રેડીમેડ ગારમેન્ટ તરફ વળેલો વર્ગ સ્થાનિકે સિલાઈ કરવા પ્રેરાય, હા એટલું ચોક્કસ કહી શકાય કે, ગ્રાહકની ડિમાન્ડ સંતોષવી અને સતત રચનાત્મક રહેવાથી જ હરીફાઈમાં ટકી શકાશે. વડાપ્રધાનની અપીલને પગલે દેશવાસીઓ ખરેખર વિદેશી બ્રાન્ડનો ત્યાગ કરે અને સ્વદેશી બનાવટ તરફ વળે તો દેશ આર્થિક સંકટમાંથી  જલ્દી બહાર આવે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો