ચોરી:સુમરાસર શેખમાં તસ્કરોનું સામૂહિક આક્રમણ : 77 હજારના માલની ચોરી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ડંપરમાંથી 410 લીટર ડીઝલ, બુલેટમાંથી 5 લીટર પેટ્રોલ, બે મોબાઇલ અને ત્રણ દુધના કેન ચોરી ગયા

ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે તસ્કરોએ સામૂહિક આક્રમણ કરીને 5 ડંપરમાંથી 410 લીટર જેટલું ડીઝલ કિંમત રૂપિયા 4,255, તથા 25 હજારના 5 મોબાઇલ અને 9 હજારની કિંમતના એલ્યુમિનિયમના દુધના ત્રણ કેન તેમજ બુલેટ મોટર સાયકલમાં 5 લીટર પેટ્રોલ સહિત અંદાજીત 77 હજારના મુદામાલની ચોરી કરી જતાં નાના એવા ગામમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ સુમરાસરશેખ ગામે રહેતા વિરમભાઇ ચાડે માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચોરીનો બનાવ શુક્રવારની મોડી રાતથી શનિવારે પરોઢે 4 વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો.

કોઇ અજાણ્યા શખ્સોએ ગામના પાંચ ડમ્પરોમાંથી કુલ 410 જેટલુ઼ં ડીઝલ કિંમત રૂપિયા 4,255 તેમજ એક બુલેટમાંથી 5 લીટર પેટ્રોલ કિંમત રૂપિયા 500 અને ઘરની ઓસરીમાં ચાર્જીંગમાં મુકેલા પાંચ મોબાઇલ કિંમત રૂપિયા 25 હજારની ચોરી કરી હતી એટલું જ નહીં ગામમાં આવેલી દુધની ડેરીમાં પ્રવેશ કરીને ડેરીમાં રાખેલા દુધના એલ્યુમિનિયમના કેન નંગ 3 કિંમત રૂપિયા 9 હજાર મળીને કુલ રૂપિયા 77 હજારનો મુદમાલની ચોરી કરી ગયા હતા.

અત્રે ઉલેખનીય છે કે, ગત મહિને સુમરાસરશેખ ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથ મારીને રોકડ દાગીના મળી 75 હજારની ચોરી કરી ગયા હતા. આમ ઉપરા છપરી ચોરીના બનાવથી ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે. માધાપર પોલીસે વિરમભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...