તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ દુર કરવાની માંગ:લઠેડીમાં સરકારી કિંમતી જમીન ‘ખરવાડ’માં મોટાપાયે દબાણ

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુંબઇ, સ્થાનિક સંસ્થાઓ દ્વારા મામલતદારને રજૂઆત

અબડાસા તાલુકાના લઠેડીમાં ‘ખરવાડ’ તરીકે ઓળખાતી સરકારી જમીન પર મોટાપાયે દબાણ કરાતાં સ્થાનિક અને મુંબઇની સંસ્થાએ મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત સાથે દબાણ દુર કરવાની માંગ કરી છે. લઠેડીમાં ન માત્ર ગામના શખ્સો પરંતુ આસપાસના ગામોના શખ્સોએ પણ આ ‘ખરવાડ’ પર મોટાભાયે દબાણ કર્યું છે. ‘ખરવાડ’ની આસપાસની સરકારી જમીન પર મોટા માથાએ અડિંગો જમાવ્યો છે.

એટલું જ નહીં ‘ખરવાડ’ની બાજુમાં આવેલી ગેબનશા પીરની દરગાહ પાસે પણ એક મકાન બનાવી દેવાયું હોઇ દબાણ દુર કરવા મામલતદારને લેખિત રજૂઆત કરાઇ હોવાનું લઠેડી વિષ્ણુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ રમેશ જોષીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ગુપ્ત જાત તપાસ કરાયા બાદ આધાર પુરાવાઓ સાથે આ દબાણ વિશે માહિતી મળી હતી. કચ્છ લડાયમક મંચ, ગુજરાત લડાયક મંચ, રાષ્ટ્ર રક્ષક જનમંચે પણ દબાણ તાકીદે દૂર કરવા અનુરોધ કર્યો છે તો વિષ્ણુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટને ગામના ક્ષત્રિય સમાજ, જૈન સમાજ, ભાનુશાલી સમાજ, મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજ, કોલી સમાજ તથા અન્ય નાના મોટા સમાજોએ વહેલી તકે દબાણ દુર કરવામાં આવે તેવી રજૂઆત સાથે માંગ કરી હોવાનું જોષીએ જણાવ્યું હતું.

અગાઉ દબાણ દુર થયા બાદ ફરી ખડકાયા
આ જમીન પર અગાઉ પણ મોટાપાયે દબાણો થયા હતા અને તે વખતે પણ દબાણ દુર કરી ફરી પેશકદમી ન થાય તે માટે કાર્યવાહી કરવા રજૂઆતો કરાઇ હતી. જે-તે વખતે કચ્છ કલેક્ટરના ટેલીફોનિક આદેશ બાદ તે વખતના મામલતદાર નરેન્દ્ર ધાંધલે અતિક્રમણ દુર કર્યું હતું, ત્યારે ફરીથી દબાણો ખડકાતા દુર કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો