પરિણામ:આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ અપાશે

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર થયા બાદ તા.28/5ના ભુજ અને ગાંધીધામમાં જિલ્લાની સંબંધિત શાળાઓને માર્કશીટ આપવામાં આવશે.ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન પરિણામ જાહેર કરાયા બાદ હવે માર્ટશીટ વિતરણનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તકેદારીના પગલા સાથે હાલની સ્થિતિ ભીડ ઓછી થાય તે રીતે માર્કશીટ આપવાનું આયોજન ઘડી કઢાયું છે. તા.28/5, ગુરુવારના ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ અને ગાંધીધામની ગણેશનગર સરકારી શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. ભુજ

અન્ય સમાચારો પણ છે...