તપાસનો ધમધમાટ:અબડાસાના પિંગ્લેશ્વર નજીકથી મરીન કમાન્ડોને ફુટ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ પદાર્થના 10 પેકેટ મળ્યા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના વિવિધ દુર્ગમ દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી રહ્યા છે

છેલ્લા કેટલાક સમયથી કચ્છના અલગ અલગ દરિયા કિનારેથી વિવિધ સુરક્ષા એજન્સીઓને પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ પદાર્થના પેકેટ મળી આવ્યા છે. જેના અહેવાલો પ્રકાશમાં આવતા રહે છે તેની વચ્ચે આજે ફરી એક વખત અબડાસાના ઓછી ભીડભાડ ધરાવતા પિંગલેશ્વરના દરિયા કિનારેથી મરીન કમાન્ડોને બિન વારસી હાલતમાં શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. આ પેકેટમાં માદક પદાર્થ જ છે કે કઇ બીજુ તેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.

આ વિશે સત્તાવાર કરાયેલી જાહેરાત મુજબ કમાન્ડો ફોર્સના પોલીસ મહાનિરીક્ષક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન સેકટર કમાન્ડરથી પિનાકિન પરમારના માર્ગદર્શન હેઠળ આર. એમ. ચૌધરી, મરીન સેકટર લીડર, જખૌની અગવાઇમાં આજ વહેલી સવારથી મરીન કમાન્ડો અરવિંદભાઇ કે. રોજાસરા, નારણસિંહ બી. જાડેજા, જયપાલસિંહ બી. જાડેજા, શૈલેષભાઇ કે. ચૌહાણ, ભાવેશભાઇ એમ. જોટવા, જયસુખભાઇ એલ.નૈયાત્રા પિંગ્લેશ્વર થી મોટી સિંધોડી કોસ્ટલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે સવારે 09.46 કલાકે કડુલી બીચ વિસ્તારથી આશરે 600 મીટર આગળ 10 સિલ્વર રંગના પેકેટ જોવા મળેલ, જે પકેટોનો કુલ વજન આશરે 10 (દશ) કિલોગ્રામ હતો.

આ પેકેટ ઉપર અંગ્રેજીમાં ”STARBUCKS MEDIUM ROST, COFFEE WITH ESSENTIAL VITAMINS’ લખેલ મળી આવ્યું હતું. જે ફુટ પેટ્રોલીંગ કરી રહેલ મરીન કમાન્ડોને સદર પેકેટ શંકાસ્પદ જણાતા કબ્જે લઇ આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જમા કરાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...