તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશીનો માહોલ:દીકરીની વિદાય ટાંણે અનેકની આંખો ભીની થઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઢોલ, શરણાઇના સુર રેલાયા
  • કેન્દ્ર દ્વારા અત્યાર સુધી 25 જેટલી દીકરોઓના લગ્ન કરાયા

ભુજના અેરપોર્ટ રોડ પર અાવેલા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરેલી દીકરીના લગ્ન પ્રસંગે ઢોલ, શરણાઇના સુર સાથે ખુશીનો માહોલ છવાયો હતો. નાની મોટી દરેક વ્યક્તિ અવનવા વસ્ત્રોમાં સજીધજીને નિશાબેનના લગ્નની ઉજવણીમાં મસ્ત બન્યા હતા. અેમાંય જ્યારે ઢોલ શરણાઇના સાદે જાન અાવી ત્યારે મહિલા કેન્દ્ર જાણે નિશાનું પીયર બની ગયું હતું અને દરેક જણ જાનૈયાની અાગતા-સ્વાગતમાં લાગી ગયા હતા. દુલ્હનનું અાગમન મંડપમાં થયું ત્યારે મહિલા કેન્દ્રના પરિવારના ચહેરા પર અેક અલગ જ ખુશી છલકાતી હતી.

અા સંસ્થાઅે અત્યાર સુધી 25થી વધુ દીકરીઅોને સાસરે વળાવી છે અને બધી જ ખુબ સુખી છે. અા પ્રસંગે અગાઉ પરણી ગયેલી તમામ દીકરીઅો પોતાના પરિવાર સાથે અાવી હતી. અા માંગલિક અવસરે રાજ્યમંત્રી વાસણ અાહીર, ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કરે પણ દીકરીને અાશીર્વાદ અાપ્યા હતા. કન્યાદાન મયુર હરસુખભાઇ ઠક્કર, નિરંજનાબેન હરસુખભાઇ ઠક્કર પરિવારે કર્યું હતું. દાતા અનિલકુમાર મણીશંકરભાઇ પેથાણી, પુનિતાબેન રિતેશભાઇ સોમૈયા રહ્યા હતા.

અા પ્રસંગે ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી તેમજ શિતલભાઇ શાહ, ગોપાલ ગોરસિયા, મીસીલ ગોરસિયા, પ્રબોધ મુનવર, સંસ્થાના પ્રમુખ કમળાબેન વ્યાસ, ઉપપ્રમુખ પ્રભાબેન પટેલ, મંત્રી દિપાલીબેન શુકલ, સંચાલિકા ઇલાબેન મહેતા, ટ્રસ્ટીઅો ભાનુબેન પટેલ, બિંદુબેન જોષી, પ્રભાબેન પટેલ, ખજાનચી મંજુલાબેન ઉપાધ્યાય વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...