ઠગાઇ:મંગવાણાના ચીટરે નાની રેલડીના ખેડૂતો પાસેથી પણ કરી હતી 25.22 લાખની ઠગાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા-અબડાસા સહિતના ખેડુતો અગાઉ ચીટર વિરૂધ નોંધાવી ચુક્યા છે ફરિયાદ
  • ઠગબાજે ઉંચા ભાવે માલની ખરીદીનો વાયદો કરી નાણા મેળવીને કચ્છના અનેક ખેડૂતોને લૂંટ્યા છે

કચ્છના ખેડુતોને વધુ ભાવ આપની લાલચ આપી કરોડોનું ફુલીકુ ફેરવનારા મંગવાણાના આરોપી વેપારી વિરૂધ લા઼બા સમય બાદ વધુ એક ફરિયાદ પધ્ધર પોલીસ મથકે નોંધાવાઇ છે. અગાઉ નખત્રાણા, અબડાસા તાલુકા વિસ્તારના ખેડુતોએ ઠગબાજ વિરૂધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. નાની રેલડીના ખેડૂતો પાસેથી પણ 25.22 લાખનો માલ ખરીદીને વાયદા પ્રમાણે રૂપિયા ન આપી છેતરપીંડી કરી હોવાની ઘટના પધ્ધર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

અંગીયા ફાર્મ વાડી વિસ્તાર નાની રેલડીમાં ખાતે રહેતા ખેડૂત નરશીભાઇ ખેતશીભાઇ કેસરાણી તેમજ કૌટુબીજનો તથા સોમજી પૂંજાભાઇ પટેલની વાડીમાંથી મંગવાણા ગામે રહેતા અને શિવ શક્તિ ટ્રેડર્સના શૈલેષ નટવરલાલ નાકરાણી નામના ચીટર વેપારીએ ગત 29 એપ્રિલથી 12 જુલાઇ દરમિયાન એરંડા અને મગફળીના ભાવ તાલ કરી વધુ રૂપિયા આપવાનું કહી માલની ખરીદી કરી હતી.

જેમાં એરંડા અને મગફળી બન્નેમાં રૂપિયા 25,22,091નો સોદો કરીને માલની ખરીદી કરી હતી. બાદમાં નાણા આપવાના વાયદાઓ કરીને નાણા ન ચુકવીને વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી. પધ્ધર પોલીસે આરોપી શૈલેશ નાકરાણી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ આ ચીટર સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ ઝડપી લીધો હતો. બાદમાં ચીટર વિરૂધ તબકાવાર ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...