સફાઈ અભિયાન:માંડવીના ટોપણસર તળાવની સેવાભાવી લોકોએ સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આવ્યો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘમહેર બાદ છલકાઈ ગયેલા તળાવમાં નવા નીર સાથે વ્યાપકપણે કચરો આવ્યો હતો

દુષ્કાળની ભીતિ વચ્ચે માંડવીમાં મેઘમહેરથી ટોપણસર તળાવ છલકાઈ જતા શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. તળાવમાં આવેલા નવા નીરમાં માછલીઓ અને પ્રાણીઓનું પણ આગમન થયું, તેનીસાથે હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો પણ તણાઈ આવ્યો, જે માછલીઓ અને પશુઓ માટે અતિ હાનિકારક સાબિત થઈ શકે એમ હોવાથી તળાવ અને આસપાસના કચરાને દૂર કરવા માટે શનિવારના દિવસે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જન્મ જયંતિના પ્રસંગે ‘Secure Nature Societyature Society, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, માંડવી નગર સેવા સદન અને બ્લૂ સ્ટાર વોટર સ્પોર્ટ્સએ સાથે મળીને એક મેગા સફાઈ અભિયાન હાથ ધરી ભારે માત્રામાં કચરો એકઠો કરીને તેનો નિકાલ કર્યો હતો.

માંડવીના પ્રખ્યાત ટોપણસર તળાવ ખાતે યોજાયેલા આ સફાઈ અભિયાનમાં 50થી વધુ સેવાભાવી લોકો જોડાયા હતા. જેમના સયુંકત ઉપક્રમે કરાયેલા સફાઈ કાર્યથી કુદરત અને માંડવી શહેરને એક નાનકડી "સ્વચ્છતા"ની ભેટ મળી હતી.

આ સફાઈ અભિયાન દરમિયાન 1 બોટ (હોડકી) સાથે લઈને તળાવમાં જમા કચરાને દૂર કરવાનો પ્રયત્તન કરવામાં આવ્યો હતો. તળાવમાં આવેલા 2 કૂવાઓમાં રહેલા કચરાને પણ દૂર એકઠો કરવામાં આવ્યો હતો. આ કૂવાના પાણીનો ઉપયોગ અમુક લોકો પીવા માટે પણ કરતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...