તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mandvi Yuva BJP President And Muscat Sarpanch Said, "Officers Should Be Measured, Otherwise It Will Not Take Long To Remove Them From The Chair."

વિવાદિત નિવેદન:માંડવી યુવા ભાજપના પ્રમુખ અને મસ્કાના સરપંચે કહ્યું-અધિકારીઓ માપમાં રહે, નહીં તો ખુરશી પરથી દૂર કરતા વાર નહીં લાગે'

ભુજએક મહિનો પહેલા
  • બીડદા ખાતે યોજાયેલી સરપંચ સંગઠનની બેઠકમાં આપ્યું નિવેદન

કચ્છના માંડવીના યુવા ભાજપના પ્રમુખ અને મસ્કા ગામના સરપંચ કીર્તિ ગોર દ્વારા સરપંચ સંગઠનની બેઠકમાં કરાયેલા નિવેદનનો વાઈરલ થયેલો એક વીડિયો ચર્ચાનું કેંદ્ર બન્યો છે. વાઈરલ વીડિયોમાં કીર્તિ ગોર અધિકારીઓને માપમાં રહેવાનું કહી ખુરશી પરથી દૂર કરવા સુધીની વાત કરતા સંભળાઈ રહ્યા છે.

વાઈરલ વીડિયો મામલે કીર્તિ ગોર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જે કંઈ કહ્યું છે તે પ્રજાને પડતી હાલાકીના સંદર્ભમાં કહ્યું છે.બીડદા ખાતે સરપંચ સંઘઠનની બેઠક દરમ્યાન મેં આ વાત ભ્રષ્ટ અને કામચોર કર્મચારીઓ માટે કહી છે. જે લોકો આમ પ્રજાના કામ નથી કરતા તેમને ધક્કા ખવડાવે છે તેવા અમુક કર્મીઓ માટે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...