તપાસ:બિદડાના યુવાનને માંડવી પોલીસે માર માર્યાનો આક્ષેપ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં આઇ.જી. કચેરીએ અનશન પર બેસવા નહીં દેતા યુવાને હવે એસ.પી. કચેરી બહાર સહારો લીધો

માંડવી તાલુકાના બિદડા ગામે રહેતા શખ્સને માંડવી પોલીસ મથકના અધિકારી-કર્મચારી દ્વારા ઢોર માર મરાતા હતભાગી અાઇ.જી. કચેરી બહાર અનશન પર બેઠો હતો, બી ડિવિઝન પોલીસે અટક કરતા હવે અેસ.પી. કચેરી બહાર ન્યાય માટે અનશન પર બેસશે તેમ જણાવ્યું હતું.બિદડા ગામે રહેતા મેહુલ ઉમિયાશંકર રાજગોરે અાક્ષેપ સાથે જણાવ્યું હતું કે, માંડવી પોલીસ મથકના અાર.સીગોહીલ, દેવરાજ ગઢવી, ભાર્ગવ ચાૈધરી, દીલીપસિંહ, ઝાલાભાઇ તેમજ અન્ય પોલીસ કર્મચારી દ્વારા તા.8-9ના રોજ પોલીસ મથકે લઇ જઇ ઢોર માર મરાયો હતો.

તેમના વિરૂદ્ધ પગલા લેવા માટે અેસપી અને અાઇ.જી.ને ફરિયાદ કર્યા બાદ સીસીટીવી ફુટેજ અેકત્ર ન કરાતા અનશન પર બેઠા હતા. જો કે, અાઇજીપી કચેરી બહાર અનશન પર બેસતા બી ડિવિઝન પોલીસે અટક કરી હતી. હવે 6-10થી જયાં સુધી સીસીટીવી ફુટેજ નહીં મળે અને ન્યાય નહી મળે ત્યાં સુધી અેસપી કચેરી બહાર અનશન પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...