ભરતી મેળો:માંડવીની કોલેજે પ્રથમવાર સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ માટે ભરતી મેળો યોજ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ કંપનીઅો દ્વારા 59 છાત્રોને જોબ લેટર અપાશે

માંડવીની શેઠ શ્રી શૂરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત ભરતી મેળાનું અાયોજન કરવામાં અાવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મહેશકુમાર બારડનાં નેતૃત્ત્વ હેઠળ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ તેમજ કોલેજમાંથી સ્નાતક થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે અા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં કોલેજના વિદ્યાર્થીઓને નોકરી મળે એ હેતુસર કુલ ત્રણ કંપનીઓ પ્રતિભાશાળી વિધાર્થીઓની શોધમાં અાવી હતી.

જે પૈકી સૌ પ્રથમ ICICI બેંકમાં રીલેશનશિપ ઓફિસરની તલાશમાં કુલ 28 ભાઇઓ - બહેનો, બ્રિટાનીયા કંપની 5 અેનસીસી કેડેટ્સને સુરક્ષા વિભાગ માટે તેમજ20 વિદ્યાર્થીઓને પ્રોડક્શન વિભાગ માટે એમ કુલ મળીને 25 વિદ્યાર્થીઓ માટે સાથે ડિજીટલ પોસ્ટ નામની કંપની 5 જેટલી ડિજીટલ બીઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ વિદ્યાર્થીનીઓની શોધમાં અાવી હતી.

આ ભરતી મેળામાં કુલ 153 જેટલાં વિધાર્થીઓએ ઈન્ટરવ્યુ અાપ્યા હતાં. જે પૈકી 59 જેટલાં વિધાર્થીઓને ભવિષ્યમાં જોબ લેટર આપવામાં આવશે એવી કંપનીઓ તરફથી ખાતરી આપવામાં આવી. કૉલેજ પરિવાર ભરતી મેળાના ડૉ. ચંદ્રકાંત પટેલ, વ્યવસ્થાપક અને કોલેજના લેક્ચરર શાંતિલાલ ડાંગેરા, દર્શનભાઈ રાજગોર તથા પ્રો. ડૉ. કે. કે. વણકર, પ્રો. ડૉ. સુમિત્રાબેન પટેલ, પ્રો. ડૉ. જિજ્ઞાસાબેન ભટ્ટનો આભાર પ્રગટ કરાયો હતો. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી આદિત્યભાઈ શેઠ તેમજ માનદ મંત્રી ડૉ.જે.સી.પટેલે સફળ થયેલા વિધાર્થીઓને અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...