માંડવી શહેરના હાલાઇ ફળિયામાં ભાજપના મહિલા મોરચાના કોષાધ્યક્ષાના ઘરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને સંચાલિકા સહિત નવ મહિલાઓને રૂપિયા 7,070ની રોકડ રકમ તેમજ 8 હજારના 4 મોબાઇલ સહિત 15,070ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે બાતમીના અધારે ભાજપ મહિલા મોરચાના ખજાનચી નીનાબેન સુભાષભાઇ ટાંટરીયા (ખત્રી)ના રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન તીનપતીનો જુગાર રમતા નીનાબેન, જયાબેન લક્ષ્મીદાસ લીયા,વીમળાબેન સુરેશભાઇ લીયા, અરૂણાબેન રવિલાલ દાદણા, હર્ષાબેન હસમુખભાઇ ખત્રી, પુષ્પાબેન રવિલાલ જેઠવા, ઉષાબેન લલીતભાઇ જેઠવા, શાંન્તાબેન રમણીકભાઇ છેડા, રતનબેન હંસરાજભાઇ જેઠવા રહે સહિત નવ મહિલાઓ જુગાર રમતા રંગે હાથે પકડાઇ ગઇ હતી. તમના કબજામાંથી પોલીસે રોકડા રૂપિયા 7,070 તથા મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 8 હજાર મળીને કુલે રૂપિયા 15,070નો મુદામાલ કબજે કરીને તમામ મહિલાઓ વિરૂધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધ્યો હતો.
આ કામગીરીમાં માંડવી પોલીસના હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર પ્રેમજીભાઇ, તથા ગીરીશકુમાર અરજણભાઇ, દિનેશભાઇ પરથીજી, તથા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ વંદનાબેન જોષી તથા અનિતાબેન નોગોસ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
ખારડીયામાં જુગાર રમતા 3 પકડાયા
નખત્રાણા તાલુકાના ખારડીયા ગામના બસ સ્ટેશન પર ખુલ્લી જગ્યામાં તીનપતીનો જુગાર રમતા ભમરસિંહ રણજીતસિંહ, ગોવિંદ જુમા મહેશ્વરી અને સચીન નંદલાલ વાડા રૂપિયા 2,400ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. નિરોણા પોલીસે ત્રણેય વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.