વળતર માટે જાહેરાત:કચ્છના ખેડૂતોની સહાય બાબતે આજની બેઠક પર મંડાઇ મીટ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કિસાન સંઘે વળતર માટે અગાઉ ધા નાખી છે

અતિવૃષ્ટિથી તારાજ ચાર જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા નુક્સાનીના વળતરની જાહેરાત કરાઇ છે જ્યારે બાકીના જિલ્લાઓ માટે આજે બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાશે તેને જોતાં કચ્છના કિસાનોએ આજની બેઠક પર મીટ માંડી છે. રાજકોટ, જામનગર, જુનાગઢ અને પોરબંદર જિલ્લા માટે હેક્ટર દીઠ 13 હજારના વળતર માટે જાહેરાત કરાઇ છે.

આ પહેલાં કચ્છમાં બે વરસાદ વચ્ચે અંતર વધી જતાં પાકમાં મોટી નુક્સાની થઇ હોવાથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય આપવા કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માગણી મુકાઇ છે પણ સરકારે માત્ર અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે સહાયની જાહેરાત કરી છે. દરમિયાન રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ બાકીના જિલ્લાઓ માટે કેબિનેટની બેઠકમાં આજે નિર્ણય લેવાનો હોવાથી કચ્છના ખેડૂતોને સહાય મળશે કે ઠેંગો તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...