તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડોદરામાં કારમાંથી 2.35 કરોડના સોનાની ચોરી કરનાર શખ્સ ભુજમાંથી ઝડપાયો, આરોપી પર નોંધાયા છે 26 ગુનાઓ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી 6 વખત પાસા હેઠલ રાજ્યની 4 જેલમાં રહી આવ્યો છે

ભુજના સ્ટેશન રોડ પર કારમા બેઠેલા કુખ્યાત છારા ગેંગના શખ્સ મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સવાણી (સિંધી)ને ચોરીના સોના અને રોકડ રકમ સાથે એલસીબી સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદની છારા ગેંગ દ્વારા ગઈ 18 જુનના વડોદરા ખાતેથી રાજકોટના એક સોની વેપારીની કારમાંથી રૂ.2 કરોડ 35 લાખનું અઢી કિલો જેટલા સોનાની ચોરીમાં સાતીર આરોપી મનીષ સામેલ છે.

પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુજના સ્ટેશન રોડ પાસે એસેન્ટ કાર ન. GJ01 WR 6098માં કારમાં બેઠેલો ઈસમ સોનુ વહેંચવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઇસમની કડક પૂછપરછ કરતા તે મનીષ ઉર્ફે મનોજ કનેયાલાલ સવાણી હોવાનું કહ્યું હતું જેની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પોલીસને સોના જેવી ધાતુ મળી આવી હતી. જ્યારે કારમાં તલાસી લેતા તેમાંથી પાછળની સિટ પરથી કાળા કલરના બેગમાંથી રોકડ રકમ રૂ. 3 લાખ 85 હજાર મળી આવી હતી. આ રકમ અને સોનુ વડોદરાના છાણી જકાતનાકા પાસે રાજકોટના સોની વેપારીની કારના કાંચ તોડી તેમાંથી અંદાજિત બેથી અઢી કિલો સોનાની ચોરીમાં ભાગે પડતું આવ્યું હોવાની કેફિયત આપી હતી.

મજકુર ઈસમ ઉપર પ્રોહીબિશનના 21 ગુના, મિલકત સંબંધી 3, શરીર સંબંધી 1 , ફરજમાં રૂકવતનો 1 કેસ ધરાવે છે. અને રાજ્યના પાંચ ગુન્હામાં નાસતો ફરતો આરોપી છે. આગળની તપાસ ભુજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે.રાણા અને પીએસઆઇ એસ.એમ.ગોહિલની રાહબરી હેઠળ ચાલી રહી છે. તપાસ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવનાઓ સૂત્રોએ વ્યક્ત કરી હતી.

સોનાના કારીગરની ટીપથી કુખ્યાત આરોપી દબોચાયો
બે-ત્રણ દિવસથી સોનાના દાગીના વેંચવા ફરતો અમદાવાદના શખ્સે 27 લાખનો માલ વેંચ્યો હોવાની વાત એક શખ્સના કાને પહોંચી હતી. અગાઉ સોનાની દુકાન ધરાવતો અને સોના-ચાંદીનો કારીગર પોલીસ સાથે સબંધ કરાવતો હોવાથી પોલીસના કાને આ વાત નાખી હતી જેના આધારે તેની કારના નંબર આધારે એલસીબીએ તેને સ્ટેશન રોડથી દબોચી લીધો હતો. પોલીસના બાતમીદારે કરોડો રૂપિયાની ચોરીને અંજામ આપી ભુજની બજારમાં ફરી રહેલા નામીચા ચોરને પકડવામાં સફળતા અપાવી હોવાનું જાણવા મળ્યું હતું.

સોની વેપારીને 27 લાખનો માલ વેચ્યો
શહેરના કાલીકા રીંગ રોડ પર આર. કે. ચેમ્બર્સમાં આવેલા હિરેન સોનીને ત્યાં 27 લાખ રૂપિયાના દાગીના વેંચ્યા હતા, એ રૂપિયા અમદાવાદના બાપુનગરમાં રહેતા તેના સાળાને ભુજની જુદી જુદી આંગડીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. પોલીસે આ સોનીને બોલાવી વધુ પુછપરછ હાથ ધરી હતી.

5 ગુનામાં નાસતો-ફરતો
અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશને પ્રોહિબિશનના બે ગુનામાં, નિકોલ પોલીસ સ્ટેશન, ચીલોડા પોલીસ સ્ટેશને પણ બે પ્રોહિબિશનના ગુનામાં આરોપી નાસતો ફરતો છે. તો મનીષ સામે પ્રોહિબિશનના કુલ 21, મિલકત સબંધના 3, શરીર સબંધનો એક ગુનો, ફરજમાં રૂકાવટનો 1 ગુનો નોંધાયો છે. ત્રણ વખત ભુજની પાલરા, એક-એક વખત વડોદરા, રાજકોટ અને જામનગર એમ છ વખત પાસામાં ધકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...