તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નાડાપા જમીન કેસમાં મામલતદારનો હુકમ રદ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના નાડાપામાં અશ્વિન જેઠાલાલ ઠક્કરની રે.સ.નં.358-1, રે.સ.નં.383-3 વાળી ખેતીની જમીનમાં ગામના સવા બિજલ ડાંગરના પુત્ર ગોપાલે પોતાને વારસાઇ ‌રૂએ ગણોત હક્ક મળ્યો હોઇ આ જમીનના કબ્જા, માલિકી હક્ક અપાવવા સ્પે. મામલતદાર ભુજ સમક્ષ અરજી કરી હતી, જે મામલતદારે મંજૂર કરતાં અશ્વિન જેઠાલાલ ઠક્કરે અરજદારે રેવેન્યૂ રેકર્ડ સાથે છેડછાડ કરી ખોટા પૂરાવા ઉભા કરી અરજી કરી હોવાનું જણાવી મદદનીશ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી.

મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીએ રેકર્ડ તપાસી સ્પે. મામલતદારનો ગોપાલ સવા ડાંગરની તરફેણમાં ગણોતિયા ઠરાવતો હુકમ રદ કર્યો હતો. મદદનીશ કલેક્ટરની કોર્ટમાં એપેલેન્ટસના વકીલ મહેન્દ્ર દયારામ ઠક્કર વગેરેએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો