આશાનું કિરણ:ભાણેજીના ચિત્રને મામાએ કચ્છની 700 વર્ષ જૂની ખરડ કળામાં મઢાવીને ગિફ્ટમાં આપ્યું

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ઓન્લી યુ કેન પ્રિવેન્ટ વાઇલ્ડ ફાયર્સ’ ના મેસેજ સાથે સિરીનાએ સુંદર ચિત્ર બનાવ્યું હતું
  • રાજ્યમાં ખરડકામ કરનારા માત્ર ત્રણ પરિવારો છે, તેમાં એકમાત્ર કચ્છમાં

વિવિધતા ભરેલા આ કચ્છ પ્રદેશના કારીગરો પણ પોતાની કળામાં વૈવિધ્યના કામણ પાથરી રહ્યા છે. ૭૦૦ વર્ષ જૂની ખરડકળાને બચાવવા પ્રયત્નશીલ કારીગરોને પ્રોત્સાહન આપવા સંસ્થાઓ ઉપરાંત વિદેશવાસી કચ્છીઓ નિમિત બની રહ્યા છે, માંડવી રિસોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા જતીનભાઈ છાડવાએ અમેરિકા સ્થિત પોતાની ભાણેજી સિરીનાના જન્મદિવસ પર એક અનોખી ભેટ મોકલી હતી.

તેમણે યુનાઇટેડ આર્ટીસન્સ ઓફ કચ્છનો સંપર્ક કરીને સિરીનાએ દોરેલા ચિત્રને ખરડના ગાલીચામાં બનાવી આપવા કહ્યું હતું. ખાવડા રહેતા દામાભાઈએ આ ચિત્રને ત્રણ બાય પાંચ ફૂટનો ખરડ નમૂનો બનાવી આપીને ‘કમાલ કરીગર’ની ખાતરી આપી દીધી છે. જે સિરીનાને તેના જન્મદિવસે તેના મામા તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળતા ખૂબ ખુશ થઈ હતી.

કળા, કારીગર અને કચ્છ માટે સારા સમાચાર
રાજ્યમાં ભુજોડી સ્થિત તેજસી સામત ખરડ કળામાં નેશનલ એવોર્ડ હાંસલ કરી ચૂક્યા છે. રાજ્યમાં દુર્લભ ગણાતી આ કળાને જીવંત રાખનારા કચ્છમાં એકલ- દોકલ પરિવાર હોઇ તેમાં જો તેને ખરીદનાર કોઈ ન હોય તો તેને ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે, પરંતુ હસ્તકલા ક્ષેત્રે કામ કરતી સંસ્થા, નિગમ, અને કચ્છી વિદેશીઓ થકી લોકલ કારીગરોને પ્રોત્સાહન મળે છે. આ પિસ વેંચાયા પછી દામાભાઈએ અન્ય ચિત્રોની ભાત ગલીચામાં વણીને તૈયાર કરી છે. છેલ્લા એક વર્ષમાં અલગ અલગ પાંચ પિસ વેંચાઈ ચૂક્યા છે.

આર્ટવર્કથી તૈયાર થતી વસ્તુઓ અન્ય કળા કરતાં મોંઘી
આ આર્ટવર્ક દ્વારા તૈયાર થતી વસ્તુઓ અન્ય કળા કરતાં મોંઘી હોય છે, વળી આ કળાની બે કે ત્રણ પ્રકારની વસ્તુ જ બનાવી છે, જેથી બજાર મેળવવી મુશ્કેલ છે. ઊંટ, ઘેટા કે બકરીના ઉનમાંથી નિર્મિત નમૂના મહિનામાં બે કે ત્રણ જ બનાવી શકાય છે. સમય અને ખર્ચની દ્રષ્ટીએ મોંઘા આ આર્ટવર્કના નામુનાને 50 થી 100 વર્ષ સુધી સાચવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...