તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના બાળ વિભાગમાં આવેલા આવા એક કૂપોષિત બાળકને ક્ષય(ટી.બી.), શ્વાસોછવાસની તકલીફ કિડનીમાં અને પેશાબ સંગ્રહની જગ્યામાં પથરી જોવા મળતા વિવિધ તબક્કે સારવાર સાથે હોસ્પિટલના ન્યુટ્રિશનલ રિહેબીલેશન સેન્ટર(પોષણ આપવાનો વિભાગ)માં જરૂરી પોષકક્ષમ આહાર આપી શારીરિક રીતે સમતોલ કરીને ઘરે મોકલવામાં આવ્યો છે. જો કે, કિડનીમાં 17 મિ.મિ.થી મોટી પથરી માટે અમદાવાદ સિવિલની ભલામણ પણ કરવામાં આવી હતી.
જી.કે.ના બાળવિભાગના રેસિ. ડો. કરણ પટેલે કહ્યું કે, બાળ વિભાગ હેડ ડો. હસમુખ ચૌહાણ અને ડો. રેખા થડાનીના માર્ગદર્શન હેઠળ મુંદ્રા તા.ના ભુજપુર ગામની વાડીમાં રહેતા 3 વર્ષીય બાળક કિશન રાજુભાઇ નાયક હોસ્પિટલમાં આવ્યું ત્યારે કુપોષણથી પીડાતું હતું. ત્યારે પ્રથમ તો પોષક આહાર ચાલુ કરવામાં આવ્યું. અને સાથે શ્વાસની તકલીફ દૂર કરવા ઑક્સીજન આપી એક્સ-રે અને ટી.બી. રિપોર્ટ(CBNAA) તથા સોનોગ્રાફી કરતાં ટી.બી. અને પથરી પણ જણાતા સારવાર શરૂ કરી. લાંબો સમય પોષણક્ષમ આહાર ટી.બી.ની અને પથરીની સારવાર આપવામાં આવી. દરરોજ વજન ચકાસી જરૂરી વજન થતાં ઘરે જવાની રજા આપવામાં આવી . આ સારવારમાં બાળવિભાગના રેસિ. ડો. કિંજલ પટેલે તથા ક્ષય વિભાગે સહયોગ આપ્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.