• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mall Sadeta, Rasta Veya Tani, Vala Hane Ta Bhandh To Rapar, Mundra, Nakhtrana 4 Inches, District 1 To 4 Inches Of Rain: Pray For Megharaja To Eat Porridge Now

મેઘકહેર:મોલ સડેતા, રસ્તા વેયા તણી, વલા હાણે ત ભંધ થી રાપર, મુન્દ્રા, નખત્રાણામાં 4 ઇંચ, જિલ્લામાં 1થી 4 ઇંચ વર્ષા : મેઘરાજાને હવે પોરો ખાવા પ્રાર્થના

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં છેલ્લા 15થી 16 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે તો ખેડૂતો, માલધારીઓ વગેરે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. તેવામાં રવિવારે પણ જિલ્લામાં 1થી 4 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. રાપર તાલુકાના રામવાવમાં એક કલાકમાં 4, તો તાલુકાના ગામોમાં 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લા મથક ભુજમાં સાંજે ઝાપટાથી પોણા બે તેમજ તાલુકાના ખાવડામાં 4 ઇંચ, તો મધરાતે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મુન્દ્રા અને આસપાસના ગામોમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંદાજે છેલ્લા 16 દિવસથી કચ્છમાં વરસી રહેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે ઉભા પાકને પ્રકાશ ન મળતાં સડી રહ્યા છે.

અમુક પાણીના ભરાવા વાળા ખેતરો, વાડીઓમાં પાક સડી ગયો છે. જિલ્લાના અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. કચ્છના ખેડૂતો, માલધારીઓ હવે મેઘરાજાને પોરો ખાવા પ્રાર્થના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...