તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી સમસ્યા:અબડાસાના ફૂલાય ગામના માલધારીઓ પાણી પ્રશ્ને પરેશાન, પશુઓને પાણી પીવડાવવા 8 કિમી દૂર જવા મજબૂર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલીક પાણી સમસ્યા ઉકેલવા માગ

પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા તાલુકામાં આવેલા ફૂલાય ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન બન્યા છે. અને ફૂલાય ગામમાં પાણી વિતરણ નિયમિત બંને એવી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

અબડાસાના દુર્ગમ વિસ્તારમાં 800ની વસ્તી ધરાવતા પશુપાલન આધારિત ફૂલાય ગામના માલધારીઓ ઉનાળાના દિવસોમાં પાણીના અભાવે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને પાણીના અભાવે પશુ નિભાવ મુશ્કેલ બન્યું હોવાનું આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજિત 800ની વસ્તી ધરાવતા ફૂલાય ગામની અંદર માલધારીઓ પાસે 1 હજાર ઘેટાં બકરા અને 850 જેટલી ભેંસો આવેલી છે. જેમને પાણી પીવડાવવા દરરોજ ગામથી 8 કી. મી. દૂર આસપાસના વિસ્તારોમાં લઈ જવા પડે છે. દર ઉનાળાની ઋતુમાં પાણી સમસ્યા સર્જાય છે.

આ વખતે પણ પીવાનું પાણી છેલ્લા ત્રણ મહિનાથી અનિયમિત મળે છે. તેમાં 15 દિવસથી પાણી વિતરણ સાવ બંધ થઈ ગયાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે દૈનિક બે ટેન્કરની જરૂરિયાત સામે બે-ત્રણ દિવસ બાદ માત્ર એકજ ટેન્કર પાણી આપવા આવે છે, જે વસ્તી પ્રમાણે ખૂબ ઓછું પડે છે. પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ મળવા અંગે કચ્છ કલેક્ટ કચેરીએ રૂબરૂ રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવી શક્યો નથી, વાસ્તે તંત્ર પાણી પ્રશ્ન માટે યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...