વિરોધ:બન્નીમાં વન વિભાગની કથિત કનડગત સામે માલધારીઓ આંદોલનના મુડમાં

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીરંડિયારાની ગ્રામસભામાં ચરિયાણ, પાણી સહિતના પ્રશ્નો ચર્ચાયા

કચ્છના ઘાસિયા મેદાન બન્નીમાં વન તંત્રની કનડગત સામે ઉગ્ર અાંદોલનની તૈયારી સાથે પાણી, ચરિયાણ સહિતના મુદ્દા ભીરડિયામાં મળેલી ગ્રામસભામાં ચર્ચાયા હતા. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મળેલી ગ્રામસભાના પ્રારંભે બાળ સમિતિની પુન: રચના કરાયા બાદ મનરેગા હેઠળનો 3 વર્ષનો પ્લાન રજૂ કરવાની સાથે 15મા નાણાપંચનું વર્ષ 2022-23નું અાયોજન કરાયું હતું.

1964થી નક્કી કરાયા મુજબ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી કામ હાથ ધરતા પહેલાં જે-તે ગામની ગ્રામપંચાયતની અેન.અો.સી. જરૂરી છે તેમ છતાં તેનું પાલન થતું નથી. બન્નીમાં વન વિભાગ દ્વારા માલધારીઅોને કરાતી કનડગત સામે ગ્રામજનોઅે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ઉગ્ર અાંદોલન માટે તૈયારી બતાવી હતી.

સાૈપ્રથમ બન્નીમાં સરવે સેટલમેન્ટ થાય, ગામતળ, ગાૈચર અને સીમતળ નીમ થાય, દરેક કુટુંબ દીઠ 20 અેકર જમીન ફાળવવામાં અાવે ત્યારબાદ સરકાર બાકીની જમીન જેને અાપે અથવા કોઇ ઉદ્યોગને અાપે તો તેમાં ગ્રામજનોને વાંધો નથી. લોરિયાથી ભીરંડિયારા વચ્ચે ભીરંડિયારા ગામની હદમાં અાવતી પાણીની લાઇનમાં ગેરકાકાયદે પાણીના કનેક્શન અપાયા છે અને મોટાપાયે પાણીની ચોરી થાય છે.

ગામમાં સરકાર દ્વારા 5 ફૂટનો બાથરૂમ બનાવી અપાયો છે પરંતુ અનુ.જાતિના લોકો, વાઢા કોલી, લઘુમતિ પરિવારો રહે છે, તેમને અાજદિન સુધી અાંબેડકર અાવાસ યોજના કે, પ્રધાનમંત્રી અાવાસ યોજનાનો લાભ મળ્યો નથી. બન્નીના જરૂરિયાતમંદ લોકોને મકાન સહાય અાપવા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...