તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીઓનો અંત:નખત્રાણા પંથકમાં સીઝનનો છ ઇંચ વરસાદ પડી જતાં માલધારીઓ ખુશ

નાના અંગિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘેટાં-બકરાના દૂધના પોષણક્ષમ ભાવ ન મળતાં મુશ્કેલી

નખત્રાણા પંથકમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ પડી જતાં, ચારે તરફ ઘાસચારો ઉગી નીકળ્યો છે, જેથી પશુઓના ચરિયાણ માટેની સમસ્યાનો અંત અાવ્યો છે અને માલધારી વર્ગ ખુશહાલ છે. નાના નખત્રાણાના માલધારી રબારી કાનાભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં તેમની પાસે બસો જેટલા ઘેટાં-બકરા છે.

વરસાદ અગાઉ તેમને માસિક ત્રીસેક હજારથી પણ વધારે રકમ ચૂકવવા છતાં માંડમાંડ ચારો મળતો હતો અને સૂકો ચારો લઈને ઘેટાં બકરાને ખવડાવતા હતા પરંતુ ચોમાસાની સીઝનમાં આસપાસના વિસ્તારોમાં સારા વરસાદના કારણે તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ઘેટાં બકરાના દૂધ વેચાણની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી યોગ્ય અને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી છૂટક રીતે ઘર ઘરાઉ અથવા ચાની હોટેલ વાળાને દૂધનું વેંચાણ કરવામાં આવે છે.

પાણીના ભાવે કંપનીઅોને અપાતી જમીનથી ચરિયાણનો પ્રશ્ન ઉભો થશે
બાગાયત ખેતી વાડીમાં થોડો ઘણા અંશે ચરિયાણ મળે છે. બાકી ખુલ્લી જમીન અથવા ચરિયાણ જમીનના ફાંફા પડી ગયા છે. ખાનગી કંપનીઓ અને પવનચક્કીઓનાં આગમનના કારણે આવનારા નજીકના સમયમાં માલધારી પાસે પશુધન હશે, પણ ચરિયાણ માટે જમીન ન હોવાના કારણે આગામી દસ વર્ષોમાં માલધારી વર્ગની હાલત ખુબ જ કફોડી થશે. કુદરતી ઘાસચારા માટે ચરિયાણની પર્યાપ્ત જમીનના અભાવે માલધારીઅો પાસે પશુધન જ નહીં બચે, તેવા સંજોગો સર્જાશે તેમ જણાવતા માલધારીઅે વેદના ઠાલવી હતી.

અન્ય સમાચારો પણ છે...